Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

અમદાવાદમાં પત્‍નિ સાથે વાત કરતો પતિ ઉશ્‍કેરાઇ ગયોઃ માતાનું ગળુ દબાવીને છરી ઝીંકી દીધીઃ ઘરમાં તોડફોડ કરી

પેન્‍શનના રૂપિયા કઢાવવા ઘરમાં આતંક મચાવ્‍યો

અમદાવાદઃ અમદાવાદમાં માતા ઉપર હુમલો કરીને છરી ઝીંકી દેતા ખળભળાટ મચી ગયો છે.

કહેવત છે ને કે છોરું ક છોરું થાય પણ માવતર કમવાતર ના થાય ક્યારેય ત્યારે આવો જો એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં રૂપિયા બાબતે પુત્રે માતા પર જીવલેણ હુમલો કર્યો અને ઘરમાં આતંક મચાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે પૈસા માટે વૃધ્ધ માતા પર પુત્રે હિચકારો હુમલો કર્યો. અને ઘરમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો.

જોકે દિકરાથી બચવા નાછૂટકે વૃધ્ધ માતાએ પુત્ર આકાશ વિરૂદ્ધ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કપાતરની કરતૂૂતો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે ફરીયાદના આધારે વૃદ્ધાના પુત્રની ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે વૃદ્ધાનો પુત્ર તેની પત્ની મોનલ સાથે ફોન પર વાત કરીરહ્યા હતો તે દરમ્યાન પત્ની સાથે ફોન પર તકરાર થતાં તે ઉશ્કેરાઈ ગયો અને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી. માતા કલ્પનાબને અટકાવ્યો તો તેણે માતા પર હુમલો કર્યો. માતાનું ગળુ દબાવીને મારવાનો પ્રયાસ કર્યો. અને છરી મારીને હત્યા કરવાની ધમકી આપી. જેથી ગભરાઈને કલ્પનાબેન ઘરની બહાર નીકળી ગયા.

પૈસા કઢાવવા તોડફોડ કરી

આકાશ છેલ્લા ઘણા સમયથી બેકાર છે. અને પત્ની પણ બે બાળકોને લઈ છ મહિનાથી વડોદરા જતી રહી છે. માતા કલ્પનાબેનનું પેન્શન આવતું હોવાથી તેણે માતા પાસેથી પૈસા કઢાવવા તોડફોડ કરી હતી.

(12:20 pm IST)