Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ગુજરાતમાં દમણના કિનારે અનોખી મહિલા કાર રેલી યોજાઈ

ગુજરાતના પડોશી સંઘપ્રદેશ દમણના દરિયાકિનારે આજે પ્રથમ વખત મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ અને આસપાસના વિસ્તારની પ્રતિષ્ઠિત મહિલાઓએ ભાગ લીધો હતોકાર રેલીમાં દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર પણ જોડાઈ અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો અને હેરતઅંગેજ કરતબ બતાવ્યા હતા.

એક અખબારી અહેવાલ મુજબ અનાયા મહિલા ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર રેલીનો હેતુ બેટી બચાવો બેટી પઢાઓમહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવાની સાથે દમણના દરિયાની સુંદરતાને લોકો સમક્ષ મૂકવા અને સાથે સ્વચ્છતાનો સંદેશ આપવાના હેતુ સાથે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહિલા કાર રેલીમાં તમામ ક્ષેત્રની મહિલાઓ સાથે દમણ કોસ્ટ ગાર્ડની મહિલા જવાનો પણ આ કાર રેલીમાં જોડાઈ હતી. 

(11:12 pm IST)