Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ડાંગના સિનિયર બેડમિન્ટન ખેલાડી ગિરધરભાઈ નેરકર 60 વર્ષની ઉંમરે 11મી વખત ચેમ્પિયન થયા

ખેલ મહાકુંભ ડાંગ ક્લબ આહવા ખાતે રાખવામાં આવેલ બેડમિન્ટન રમતમાં ચેમ્પિયન થનાર પ્રથમ ડાંગના ખેલાડી

ડાંગ જિલ્લામાં હાલ ચાલી રહેલ ખેલ મહાકુંભ ડાંગ ક્લબ આહવા ખાતે રાખવામાં આવેલ બેડમિન્ટન રમત માં ડાંગના સિનિયર બેડમિન્ટન ખેલાડી ગિરધરભાઈ નેરકર ઉંમર વર્ષ 60 11મી વખત ચેમ્પિયન થયા છે ચેમ્પિયન થનાર પ્રથમ ડાંગના ખેલાડી થયા છે

તારીખ 26 જૂનના રોજ ડાંગ ક્લબ ખાતે રાખવામાં આવેલ સ્પર્ધામાં તેઓની સામે કોઈ કોઈ પ્રતિસ્પર્ધી ન હોય તેઓને વિજય ઘોષિત કરવામાં આવેલ હતા ખેલ મહાકુંભ માં ઉપસ્થિત ભાજપના આગેવાન સુરેશભાઈ ચૌધરી પ્રજ્ઞેશ ટંડેલ તથા નાનુભાઈ અને ત્યાં ઉપરથી ખેલાડીઓએતેમનું હુલામણું નામ નેરકર મામાં ને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા

નેરકર મામા આગામી સમયમાં રાજ્યકશા એ ડાંગ જિલ્લાનું નામ રોશન કરશે અગાઉ ગિરધર ભાઈ નેરકર પેરા ઓલિમ્પિક માટે પસંદ થયેલ છે આહવાના તમામ સિનિયર સિટીઝન ઓ એ એમને અભિનંદન પાઠવ્યા હતા

(12:03 am IST)