Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસના વિશાળ રોડ શોમાં ભાગ લઈ શકે

કોંગ્રેસ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમથી નવી દિલ્હી સુધી બે મહિનાના ગાળામાં 1,200 કિલોમીટરનું અંતર કાપીને મેગા રેલી કાઢશે:કાફલો 1 જૂનના રોજ દિલ્હી પહોંચશે

અમદાવાદ : ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં દરેક પાર્ટીએ પોત-પોતાના પક્ષે શક્તિ દેખાડવાનું શરૂ કરી દીધું છે.હવે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 6 એપ્રિલે યોજાનાર આ વિશાળ રોડ શોમાં રાહુલ ગાંધી પણ જોવા મળ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સંજય દોશીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરો દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા આઝાદી ગૌરવ યાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે. જોકે હજુ સુધી કંઈ નક્કી થયું નથી.

કોંગ્રેસ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમથી નવી દિલ્હી સુધી બે મહિનાના ગાળામાં 1,200 કિલોમીટરનું અંતર કાપીને મેગા રેલી કાઢશે. તેમનો કાફલો 1 જૂનના રોજ દિલ્હી પહોંચવાનો છે, જેમાં ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના મહત્વના શહેરોને રોડ માર્ગે આવરી લેવામાં આવશે. “રાજ્ય પ્રમુખ, વિરોધ પક્ષના નેતા, ગુજરાત પ્રભારી સહિત ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ રોડ શોમાં ભાગ લે તેવી અપેક્ષા છે, જેમાં ટેબ્લોક્સ, મોટરસાયકલ અને કારનો સમાવેશ થશે. કોંગ્રેસનો કાફલો ગાંધી આશ્રમથી શરૂ થશે અને વિવિધ શહેરોમાં રોકાશે જ્યાં વધુ કોંગ્રેસી નેતાઓ અમારી સાથે જોડાશે,” દોશીએ જણાવ્યું હતું.

(11:23 pm IST)