Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

20 કરોડ રૂપિયાથી વધુના બેંક ફ્રોડ કેસમાં કંપનીના ડાયરેક્ટર સંજય આર. ગુપ્તાની CBIએ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી

9 વર્ષ બાદ નૈરોબીથી પરત ફરતાં CBI દ્વારા ધરપકડ : સંજય આર ગુપ્તાને ભાગેડુ જાહેર કરાયો હતો : લુકઆઉટ નોટિસ, રેડ કોર્નર નોટિસ અને ઈન્ટરપોલ નોટિસ જારી કરી હતી.

ગુજરાતની નોવા શિપિંગ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર સંજય આર ગુપ્તા કથિત રીતે ધરપકડ થતાં પહેલાં ભારત ભાગી ગયા હતા. રવિવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ જણાવ્યું હતું કે 20 કરોડ રૂપિયાથી વધુના બેંક ફ્રોડ કેસમાં એક ફરાર બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કેન્યાના નૈરોબીમાં રહેતો હતો, 9 વર્ષ બાદ નૈરોબીથી પરત ફરતાં CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી સંજય આર ગુપ્તા, ગુજરાત સ્થિત નોવા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર, કથિત રીતે ધરપકડ કરવામાં આવે તે પહેલા ભારતમાંથી ભાગી ગયો હતો. સંજય આર ગુપ્તાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ સંજય આર ગુપ્તા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ, રેડ કોર્નર નોટિસ અને ઈન્ટરપોલ નોટિસ જારી કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBIને સંજય આર ગુપ્તા કેન્યાથી ભારત આવવાની ગુપ્ત માહિતી મળી હતી. જે બાદ સીબીઆઈ દ્વારા સંજયની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદની એક કોર્ટે સંજય આર ગુપ્તાને બે દિવસની CBI કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બેંક ફ્રોડમાં તેમની કથિત ભૂમિકા બદલ તેમની સામે અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

સીબીઆઈએ આ કેસમાં આઠ આરોપીઓ સામે ડેઝિગ્નેટેડ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.નોવા શિપિંગ પ્રાઈવેટ લિમિટેડ સામે કેનેરા બેંકની અમદાવાદ શાખાની ફરિયાદના આધારે સીબીઆઈએ જૂન 2012માં કંપનીના ડિરેક્ટરો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. અન્ય ખાનગી કંપનીના માલિક અને અન્યોએ બેંક સાથે રૂ. 20.68 કરોડની છેતરપિંડી કરી હતી. સીબીઆઈએ આ કેસમાં આઠ આરોપીઓ સામે ડિસેમ્બર 2013માં ડેઝિગ્નેટેડ કોર્ટ સમક્ષ ચાર્જસહિત દાખલ કરી હતી

(10:57 pm IST)