Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

રાજપીપળા દશા ખડાયતાની વાડીમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા બોડી ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે જેમાં રાજપીપળા સ્મશાન, નોંધારાનો આધાર જેવા અનેક લોકઉપયોગી કર્યો થતા રહ્યા છે ત્યારે આજરોજ વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળા દ્વારા રાજપીપળા દશાખડાયતાની વાડી માં એક બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 100 જેવા લોકોએ લાભ લીધો હતો.
આ સમગ્ર કેમ્પનું આયોજન વૈષ્ણવ વણિક સમાજના તેજશભાઈ ગાંધી,ગુંજનભાઈ મલાવીયા, કૌશલભાઈ કાપડિયા,જતીનભાઈ મઢીવાલા,શિવાનીબેન મહેતા અને જયેશભાઇ દોશીએ કર્યું હતું.

(10:42 pm IST)