Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે.વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પકડી પાડતી પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , નર્મદા નાઓની સુચનાઓ અને માર્ગદર્શન હેઠલ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે . વિસ્તારમાં પ્રોહીબીશનની બદીની નેસ્તનાબુદ કરવા સારૂ એક પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું,જે સમગ્ર નર્મદા જીલ્લાની પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશનના -૨૪ કેસો શોધી કાઢવામાં આવ્યા . જેમાં કુલ -૦૮ આરોપીઓને ડવામાં આવ્યા છે ,જેમાં દેશી દારૂ ૧૩૩ લીટર , કિંમત રૂપિયા ૨,૬૦૦ તથા વોશ ૧૫૨૪૦ લીટર , કિંમત રૂપિયા ૩૦,૪૮૦ તેમજ વિદેશી દારૂની બોટલ નંગ ૩૪ , કિંમત રૂપિયા ૫,૬૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૩૮,૬૪૦નો પ્રોહી,નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.જેના કારણે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અસામાજીક ઇસમોમાં ભયનું મોજું ફેલાયુ છે

(10:39 pm IST)