Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

પ્રતાપનગર BSNL ટેલીફોન એક્સચેન્જ ઓફીસમાંથી રૂપિયા 36,000ના સામાનની ચોરી થતા ફરિયાદ દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં આવેલી BSNL ટેલીફોન એક્સચેન્જ ઓફીસમાંથી રૂપિયા 36,000 ના સામાનની ચોરી થતા ત્યાં ફરજ બજાવતા ઇજનેરે આમલેથા પોલીસ મથકે ફરીયાદ આપી છે
નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં આવેલી BSNL ટેલીફોન એક્સચેન્જ ઓફીસમાં ઈજનેર તરીકે ફરજ બજવતા ફતુભાઈ ગલાભાઈ તડવી(રહે રાજપીપલા રામબાગ સોસાયટી) નાઓએ આપેલી ફરીયાદ મુજબ કોઇ અજાણ્યા ચોર ઇસમે પ્રતાપનગર ખાતે આવેલ BSNL ટેલીકોમ એક્ષચેન્જની ઓફિસની ખુલ્લી બારીમાથી પ્રવેશ કરી ટેલીકોમના ટાવર અને એક્ષચેન્જના બેકઅપ માટે રાખવામા આવેલ કનેકશન વગરની HBL બેટરીના સેલ નંગ-૨૦ કિ.રૂ. ૩૬૦૦૦ ની ચોરી કરી લઇ જતા આમલેથા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:37 pm IST)