Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ખેલ મહાકુંભમાં રાજપીપળા માય સેનાન સ્કૂલમાં યોજાયેલી અંડર 14 સ્કેટિંગ હરીફાઈમાં પાર્થિવ ઠાકર પ્રથમ ક્રમે આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્પોર્ટ્ ઓથોરિટી ઓફ ગુજરાત,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાં સ્કેટિંગ હરીફાઈમાં વાત્સલ્ય વિદ્યાલયના પાર્થિવ અમિતભાઇ ઠાકર પ્રથમ નંબરે આવી શાળાનું ગૌરવ વધાર્યું હતું
  ગુજરાત સરકારના ખેલ મહાકુંભ હેઠળ રાજપીપળાની માય સેનાન સ્કૂલ ખાતે યોજાયેલી હરીફાઈમાં અંડર 14 સ્કેટિંગમાં પાર્થિવ અમિત ઠાકર 1000 મીટર માં પ્રથમ ક્રમે અને 500 મીટરમાં બીજા ક્રમે આવતા તેણે પોતાની શાળા સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.પાર્થિવને શાળા પરિવાર સહિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા

(10:35 pm IST)