Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

રાજપીપળા અંબિકા નગર સોસાયટીના એક મકાનમાં તસ્કરો ગ્રીલ તોડી ઘરમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરતા કોકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળિયાભૂત મંદિર પાસે આવેલા વડિયા પેલેસ સરકારી કવાર્ટરમાં ચોરીના ઇરાદે ઘસેલા તસ્કરો ખાલી હાથે પરત ફર્યા હોવાની ઘટના બાદ બાજુમાં આવેલી અંબિકા નગર સોસાયટીના એક મકાનમાં પણ આ ચોરો ઘુસ્યા હતા પરંતુ ઘરના સભ્યો જાગી જતા ચોરો નાશી છૂટ્યા હતા
રાજપીપળા કાળિયા ભૂત મંદિર પાસે આવેલી અંબિકા નગર સોસાયટીમાં 45 નંબરના મકનમાં રહેતા નટવરભાઈ છોટાભાઈ બારીયાએ રાજપીપળા પોલીસ મથકે અરજી આપ્યા મુજબ વડિયા પેલેસ સરકારી હેડ ક્વાર્ટરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયા બાદ વડિયા પેલેસને અડીને આવેલી અંબિકા નગર સોસાયટીમાં રાત્રીના સમયે નટવરભાઈ બારીયાના મકાનમાં ચોરો દરવાજાની ગ્રીલ તોડી ઘરમાં ઘુસ્યા ઉપર નીચે તપાસ કરતા હતા પરંતુ કોઇ કિંમતી વસ્તુ હાથ ન લાગી અને ઘરના સભ્ય જાગી જતા ચોરો ત્યાંથી નાશી છૂટ્યા હતા જોકે એક ખોટું મંગળસૂત્ર ચોરી કરી ગયા હોવાનું નટવરભાઈ બારીયાએ પોલીસ અતજીમાં જણાવ્યું હતું.ઘટનાની જાણ થતાં રાજપીપળા પોલીસે ત્યાં તપાસ કરી જરૂરી પગલાં લીધા છે.

(10:34 pm IST)