Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

વનરક્ષકની પરીક્ષાનું પેપર ફુટતા રાજપીપળા સફેદ ટાવર પર યુથ કોંગ્રેસનું સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું

(ભરત શાહ  દ્વારા) રાજપીપળા : વનરક્ષકની પરીક્ષા ચાર વર્ષ જેટલા લાંબા સમય ગાળા બાદ લેવાઈ હતી એનું પણ પેપર ફૂટ્યું જે ખુબ નિંદનીય બાબત છે માટે આ યુવાનોને ન્યાય માટે રવિવારે રાજપીપળા ના સફેદ ટાવર ખાતે નર્મદા યુથ કૉંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ન્યાય ની માંગ સાથે ફરી તાત્કાલિક પરીક્ષા લેવામાં આવે તથા પરિક્ષાર્થીઓને વળતર આપવા માંગ કરી છે જેમાં નર્મદા યુવક કૉંગ્રેસ પ્રમુખ અજય વસાવા જિલ્લા મહામંત્રી વિરલ વસાવા, મેહુલ પરમાર, યુથ કૉંગ્રેસ વિધાનસભા ઉપપ્રમુખ નીતિન વસાવા,એસટી.એસસી સેલ ગૌરાંગ ભાઈ મકવાણા,યુથ કૉંગ્રેસ સોશિયલ મીડિયા કન્વીનર ઉત્સવ વસાવા તથા યુથ કૉંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

(10:32 pm IST)