Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

જંતર ગામેથી દેશી હાથ બનાવટની મજરલોડ બંદુક તથા બંદુક ફોડવાની સાધન સામ્રગી પકડી પાડતી ગરૂડેશ્વર પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ, પોલીસ અધીક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં બનતી ગે.કા પ્રવૃતિ સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અંગે પરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસધાને નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાત કેવડીયા તથા સર્કલ પોલીસ ઈન્સપેકટર આર.એ.જાદવ કેવડીયા વિભાગ કેવડીયા નાઓના માર્ગદર્શન હેઠળ એમ.બી ચૌહાણ તથા સ્ટાફના માણસો સાથે જંતર ગામે પ્રોહી રેઈડમાં હતા તે દરમ્યાન આઠીયાભાઈ કાકડીયાભાઈ વસાવા નાનો પોતાના ઘરે દેશી દારૂ ગાળે છે એ બાતમી આધારે આ ઈસમના ઘરે પ્રોહી રેઈડ દરમ્યાન ઘરની અંદર ઉત્તર દિશાના ખુણામાં બળતણ માટેના લાકડા પડેલ છે જે હટાવી જોતાં તેમાંથી એક દેશી હાથબનાવટની મજરલોડ બંદુક મળી આવેલ આ બંદુકના પાસ પરવાના ( લાઈસન્સ ) વિશે ઘરે હાજર મળી આવેલ સરસ્વતીબેન તે આઠીયાભાઈ કાકડીયાભાઈ વસાવા નાઓને પુછપરછ કરતા આ બંદુક પોતાના પતિ આઠીયાભાઈ ની હોય અને તેમની પાસે કોઈ પાસ પરવાના ( લાઈસન્સ ) નહી હોવાનુ જણાવેલ જેથી સદર આઠીયાભાઈ કાકડીયાભાઈ વસાવા( રહે જંતર તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાએ પોતાના રહેણાંક ઘરમાં ગે.કા રીતે લાઈસન્સ વગર ની દેશી હાથબનાવટની મજરલોડ બંદુક ( હથિયાર ) કિ.રૂ ૧૫૦૦-તથા બંદુક ફોડવાની સાધન સામગ્રી રાખી પોતાના ઘરે હાજર નહી મળી આવેલ હોય જેથી તેના વિરુધ્ધ આર્મ્સ એકટ કલમ ૨૫ ( ૧ ) ( ૧ - બી ) મુજબ કાર્યવાહી કરી છે.

(10:28 pm IST)