Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

વનરક્ષકની પરીક્ષા પેપર વાયરલ થયા મામલે પ્રવીણ રામે કહ્યું - જવાબદારી ના નિભાવી શકે તો અમારા જેવા યુવાનોને તક આપો

નિસ્પક્ષ રીતે પરીક્ષા લેવાય અને કોઈ પણ પ્રકારનું કૌંભાંડ ના થાય તેવું આયોજન અમે કરવા તૈયાર છીએ

અમદાવાદ : વન રક્ષકની પરીક્ષાનું પેપર પરીક્ષા દરમિયાન વાયરલ થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણા ઉંઝાના ઉનાવા પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા દરમિયાન આન્સર કી પણ મળી આવી હતી. ત્યારે ફરી વિદ્યાર્થીઓ સાથે ચેડા થયા છે. આ મામલે રાજકિય નેતાના નિવેદનો પણ સામે આવી રહ્યા છે આપ નેતા પ્રવીણ રામે કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ફરી એક વાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે.

રાજ્યમાં પેપર ફૂટવું સામાન્ય બાબત બની ગઈ છે. ભાજપની આ સરકારે પેપર ફૂટવાને લઈને અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે. ફરી વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટવાની વાત આવી છે ત્યારે પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે કહ્યું કે, આ પ્રકારની પરીક્ષાઓ નિસ્પક્ષ પણે ના લઈ શકતા હોય તો ઘણી શરમની વાત છે. બીજેપ સરકારને હું કહું છું કે, તમારાથી આ પ્રકારની જવાબદારી પરીક્ષા લેવાની નિસ્પક્ષ પ્રમાણે ના નિભાવાતી હોય તો અમને અને અમારા જેવા યુવાનોને તક આપો. નિસ્પક્ષ રીતે પરીક્ષા લેવાય અને કોઈ પણ પ્રકારનું કૌંભાંડ ના થાય તેવું આયોજન અમે કરવા તૈયાર છીએ. હવે તમારા માટો કોઈ સારા શબ્દો બચ્યા નથી એ પ્રકારની વાત પ્રવીણ રામ દ્વારા વન રક્ષક પેપર લીક મામલે કહેવામાં આવી હતી

(10:26 pm IST)