Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

વન રક્ષક વર્ગ-3ની પરીક્ષામાં પેપરકાંડ:શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું - યુવાન પાસેથી ચીઠ્ઠી મળે તેનો મતલબ એવો નથી કે પેપર ફૂટ્યુ

પેપર ફૂટ્યુ નથી. ગેરરીતિ કરનાર સામે કોપીકેસ કરાયો છે. પરીક્ષા શરૂ થયાના 2 કલાક બાદ કોપીકેસ કરાયો છે. તથ્ય સામે આવશે તો કાર્યવાહી કરવા તૈયાર છીએ

અમદાવાદ ;રાજ્યમાં વન રક્ષક વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નાગરિક મંડળના 10 વર્ષ જૂના લેટર પેડ પર પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા

દરમિયાન શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષા લેવાની જવાબદારી સોંપાઇ હતી. કેટલાક લોકો ઉમેદવારોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરે છે. યુવાનોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃતિ છે. બહાર નીકળેલા યુવાન પાસેથી ચીઠ્ઠી મળે તેનો મતલબ આવો નથી કે પેપર ફૂટ્યુ છે. જેની પાસેથી સાહિત્ય મળ્યુ છે તેની સામે કાર્યવાહી થશે. મહેસાણાના ઉનાવા ગામમાં આ કોપી કેસનો કેસ છે. ઉમેદવાર પર કોપી કેસ કરાયો છે, પેપર ફૂટ્યુ નથી. ગેરરીતિ કરનાર સામે કોપીકેસ કરાયો છે. પરીક્ષા શરૂ થયાના 2 કલાક બાદ કોપીકેસ કરાયો છે. તથ્ય સામે આવશે તો કાર્યવાહી કરવા તૈયાર છીએ

(7:30 pm IST)