Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ગુજરાતમાં હજી પણ ભરતી પરીક્ષાનું પેપર ફૂટવાનો સિલસિલો હજી પણ યથાવત

મહેસાણાની ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી વન રક્ષક ભરતી પરીક્ષા માટેનું પેપર ફૂટ્યું

ગાંધીનગર : ગુજરાતમાં હજી પણ ભરતી પરીક્ષાનું પેપર ફૂટવાનો સિલસિલો હજી પણ યથાવત છે. ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. વન રક્ષક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. મહેસાણાની ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું છે. આજે લેવાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. જો આવુ ને આવુ ચાલતુ રહેશે તો ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનશે જ નહિ. ગુજરાતની યુવા જનતા સરકારી નોકરીથી વંચિત રહી જશે, અને સરવાળે બેરોજગારી વધતી જશે. શું વિકસતા ગુજરાતમા આવુ ને આવુ ક્યા સુધી ચાલતુ રહેશે. અને પેપર ફૂટી જાય છે ત્યાં સુધી તંત્ર શું કરે છે. 

મહેસાણાની ઉનાવા મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાં જે પેપર ફૂટ્યુ છે, તેમાં લેટર પેડ પર એ જ સવાલો છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યારે આખરે આ પેપર આવ્યુ ક્યાંથી. પેપર નહિ, વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ફૂટ્યુ છે. વિદ્યાર્થીઓએ જે મહેનત કરી તેનુ શું. જો આવુ જ ચાલતુ રહેશે તો પરીક્ષા પરથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી જશે. 

આજે રાજ્યમાં વન રક્ષક - વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. વર્ષ 2018 માં ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. આખરે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. લેખિત કસોટી બાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાની હતી, તે પહેલા જ પેપર ફૂટવાની ઘટના બની છે. પરીક્ષા માટે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા હોવાથી વયમર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને રાહત આપવાનો નિર્ણય પણ લેવાયો હતો. 

(3:50 pm IST)