Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

મહેસાણામાં રૉંગ સાઈડમાં બેફામ કાર ચાલકે કારની હડફેટે લેતા માતા-પુત્રીને 300 ફૂટ ઢસડ્યા

રોંગ સાઇડમાં જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે ભાગવાનો પ્રયાસ કરતા દૂધસાગર ડેરી પાસે કારે પલટી મારી હતી.

મહેસાણા: મહેસાણામાં બેફામ કાર ચાલકે માતા-પુત્રીને 300 ફૂટ ઢસડ્યા હતા.બાઇક સવાર પરિવારને કાર ચાલકે અડફેટે લીધા હતા.રોંગ સાઇડમાં જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ભાગવાનો પ્રયાસ કરતા દૂધસાગર ડેરી પાસે કારે પલટી મારી હતી.

મહેસાણાના રાધનપુર ચોકડી પાસે ગત મોડી રાત્રે એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

જેમાં બેફામ કાર ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લઈ માતા-પુત્રીને 300 ફૂટ ઢસડ્યા હતા.આ દરમિયાન રોંગ સાઇડમાં જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.જો કે, ભાગવાનો પ્રયાસ કરતા દૂધસાગર ડેરી પાસે કારે પલટી મારી હતી. કાર પલટાતા કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો છે.

(3:43 pm IST)