Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા

ત્રણ વર્ષ પહેલાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિધાર્થી પર દુષ્કર્મ થયું હતું

જોટાણા : જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા મળી છે. મહેસાણા સ્પેશ્યિલ પોક્સો કોર્ટે આરોપોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્રણ વર્ષ પહેલાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિધાર્થી પર દુષ્કર્મ થયું હતું. વિષ્ણુજી ઠાકોર નામના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

ત્રણ વર્ષ અગાઉ જોટાણાની સ્કૂલમાં ધોરણ 10માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થિનીને યુવક લલચાવી ફોસલાવી ભગાડી જઇ જુદા જુદા સ્થળે લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો.

આ બહુચર્ચિત કેસમાં મહેસાણાની સ્પે.પોક્સો કોર્ટે જોટાણા તાલુકાના કાનપુરા ગામના આરોપીને આજીવન કેદની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. આ સાથે પીડિતાને રૂ.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

26 ડિસેમ્બર 2018ના રોજ સ્કૂલમાંથી સગીરાને લગ્નની લાલચ આપી વિષ્ણુજી લક્ષ્‍મણજી ઠાકોર ભગાડી ગયો હતો અને અમદાવાદના કુબેરનગર, ભાવનગર, ડાકોર તથા ઝારોલા વગેરે ગામે લઇ ગયો હતો. જ્યાં તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકની ચુંગાલમાંથી છૂટ્યા બાદ આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ કેસ જજ એ.એલ. વ્યાસની સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ રેખાબેન જોશીએ કુલ 15 સાહેદો તપાસ્યા હતા.

(3:42 pm IST)