Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

અમદાવાદ બોપલમાં કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહે પુછુયુ - તમે કાશ્મીર ફાઇલ્સ જોઈ આવ્યા કે નહીં ?

તેમણે કહ્યું કે, દરેક ગુજરાતીએ કાશ્મીર ફાઇલ્સ જોવી જોઇએ. કોંગ્રેસનાં શાસન દરમિયાન કાશ્મીરના ખીણ વિસ્તારમાં કેવી રીતે આપણા કાશ્મીરી પંડિતો સાથે ઉત્પીડન થયું

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ આજે પોતાનાં ગૃહરાજ્ય અને પોતાનાં સંસદીય વિસ્તારની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે બોપલમાં આયોજીત એક કાર્યક્રમમાં શનિવારે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, દરેક ગુજરાતીએ કાશ્મીર ફાઇલ્સ જોવી જોઇએ. કોંગ્રેસનાં શાસન દરમિયાન કાશ્મીરના ખીણ વિસ્તારમાં કેવી રીતે આપણા કાશ્મીરી પંડિતો સાથે ઉત્પીડન થયું. કેવી રીતે આતંકવાદીઓએ અને સ્થાનિક લોકોએ તેમની સાતે દુર્વ્યવહાર કર્યો હતો

 

(1:00 am IST)