Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

નેત્રંગ ગામેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે દંપતીને ઝડપી પાડતી જિલ્લા SOG: એક વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહએ જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઑ.જી. સ્ટાફના માણસોએ બાતમી આધારે રાજેશભાઈ અભેસીંગ વસાવા તથા તેમના પત્ની પીન્ટાબેન તે રાજેશભાઈ અભેસીગ વસાવા(રહે.નેત્રગ નોળિયા ફળિયા તા.નેત્રગ જી.ભરૂચ)ને પોતાના કબજા ભોગવટાની મો.સા.નંબર જીજે -૧૬ ઇ.ડી -૭૧૮૦ સાથે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજો ર કિલોગ્રામ કી.રૂ .૨૦,૦૦૦ તથા મોબાઈલ નગ -૧ કિ.રૂ .૫૦૦૦ તથા મો.સા.નગ -૧ કિ.રૂ .૨૦,૦૦૦ તથા રોકડા રૂપિયા .૮૦૦ મળી કુલ કિ.રૂ .૪૫, ૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા ગાજો આપનાર સાનુદાદા( રહે.ગંથા તા.કુકરમુંડા જી.તાપી )નાને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
 કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ( ૧ ) પો . ઇન્સ. કે.ડી.જાટ ( ૨ ) એ.એસ.આઈ .જગદીશભાઇ રણછોડભાઇ ( ૩ ) અ.હે.કો. સતીષભાઇ રાવજીભાઇ ( ૪ ) અ.હે.કો. આનંદકુમાર સુકલભાઇ ( ૫ ) અ.હે.કો.ચંદનભાઇ સંપતભાઇ ( ૬ ) અ.હે.કો.મનોજકુમાર શરણભાઇ ( ૭ ) પો.કો અનિરૂધ્ધસિંહ જસવંતસિંહ નાઓની મહેનતે આ સફળ કામગીરી પાર પડાઈ છે

(10:44 pm IST)