Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની જન્મ જ્યંતિની પાટડી ખાતે ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભક્તિ આંદોલનના પ્રણેતા, સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજ કે જેઓ કૃષ્ણ ભક્ત મીરાંબાઈના ગુરુ જેમને સામાજિક કુરિવાજો, અસ્પૃશ્યતા, છુઆછુંત, આભડછેટ, સામાજિક અસામનતાઓ દૂર કરવાની સાથે સાથે ધર્મ, સંસ્કૃતિ ની રક્ષા માટે ભક્તિ આંદોલનના માર્ગે સમાજ જાગરણનું અજોડ કાર્ય કર્યું આવા મહાન સંતની જન્મ જ્યંતિની ઉજવણી પાટડી ખાતે કરવામાં આવી હતી. જેમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને સમાજના તમામ વર્ગના લોકોને જોડી સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોતીભાઈ ચાવડા, દીપકભાઈ ચૌહાણ, દીપકભાઈ પરમાર વગેરે સ્થાનિક લોકોના સામુહિક પ્રયત્નથી આયોજન કરવામાં આવ્યું હતું અને સામાજિક સમરસતા નિર્માણ કરવા સૌ સંકલ્પ બદ્ધ થયા હતા.

(7:10 pm IST)
  • સવારે ૪ાા વાગે સુરત નજીક હળવો ભૂકંપ : વહેલી સવારે ૪.૩૫ વાગ્યે સુરત પાસે ૩.૧ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી ત્રીસેક કિ.મી. દૂર નોંધાયું હતું. હળવો ભૂકંપ હોય કેન્દ્ર બિંદુ આસપાસના વિસ્તારો સિવાય ખાસ અસર જોવા મળી ન હોવાનું ચર્ચાય છે. access_time 12:44 pm IST

  • નકલી ડીગ્રીવાળા 2823 અધ્યાપકોને મોટો ઝટકો : અલ્હાબાદ હાઇકોર્ટે હકાલપટ્ટીની યોગ્ય ઠેરવી :અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલે એકલ પીઠના આદેશને યોગ્ય માન્યો અને હસ્તક્ષેપ કરવા ઇન્કાર કર્યો access_time 12:41 am IST

  • ચીનમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ચિંતા : કહ્યું કે સમીક્ષા કરવી જરૂરી :સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કહ્યું કે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે : એમ પણ કહ્યું કે ચીનમાં કાર્યકર્તાઓ,વકીલો અબે માનવાધિકારના રક્ષકો પર જુઠા કેસ ચલાવી બંદી બનાવ્યા છે access_time 12:53 am IST