Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

આંકલાવ તાલુકાના મુંજકુવા ગામે ઘરની બહાર રમતી પાંચ વર્ષીય બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા અરેરાટી

આંકલાવ:તાલુકાના મુંજકુવા ગામે આજે સાંજના સુમારે એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. હત્યા પાછળ અંગત અદાવત જવાબદાર હોવાનુ ંચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુંજકુવા ગામના મહાકાળી માતાવાળા ફળિયામાં શૈલેષભાઈ પઢિયાર પોતાની પત્ની અને બે સંતાનો પુત્રી પુર્વી (. . ) અને પુત્ર વંશ (. . )ની સાથે રહેતા હતા. આજ ેસાંજના સુમારે તેમની પાંચ વર્ષીય પુત્ર પુર્વી ફળિયામાં છોકરાઓ સાથે રમી રહી હતી. દરમ્યાન સાંજના સાતેક વાગ્યાના સુમારે અંધારું થઈ ગયુ હોવા છતાં પણ પુર્વી ઘરે પરત ના ફરતા તેના માતા-પિતા અને પડોશીઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં ઘરથી ત્રણસો મીટર દુર આવેલા ઝાડી-ઝાંખરામાં તેનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો.

(5:34 pm IST)
  • લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને છોડીને બધા જ મેટ્રો સ્ટેશન ખૂલ્યા, પરિસ્થિતિ સામાન્ય : દિલ્હી મેટ્રો access_time 11:49 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST

  • વિશ્વમાં 10 કરોડ લોકોને કોરોના વળગી ચૂક્યો છે: વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૦ કરોડને આજે વળોટી ગઈ છે. access_time 8:05 pm IST