-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
શહેરાના દલવાડા નજીકથી મારૂતીવાનમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
વિદેશી દારૂનો જથ્થો તેમજ અન્ય મોબાઈલ સહિતનો 1,87,754 લાખનો મૂદ્દામાલ જપ્ત

પંચમહાલ: શહેરા તાલુકાના દલવાડા ગામેથી રોડ ઉપર નાકાબંધી કરીને મારૂતિવાનમાંથી વિદેશી દારૂનો જથ્થો તેમજ અન્ય મોબાઈલ સહિતનો 1,87,754 લાખ રૂપિયાનો મૂદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં એલસીબીના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મારુતિ વાન વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ જિલ્લાના લીંબડી તરફથી નીકળેલ છે અને વાઘજીપુર ચોકડીથી તાડવા તરફ જવાનો છે.આથી એલસીબી સ્ટાફના માણસોએ દલવાડા ગામે વોચ રાખીને માત્ર મુજબની માહિતી મારૂતિવાન આવતા જ ડ્રાઈવર સાથે ઝડપી પાડી હતી.અને અંદર તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે 1,87,754 લાખનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.પકડાયેલા આરોપીની પુછપરછ કરતા તેનૂ નામ ભીખુભાઈ નરસિંહભાઈ માવી રહે.વરમખેડા જિલ્લો દાહોદ હોવાનુ બહાર આવ્યુ હતુ. સાથે અન્ય ગૂનામાં આરોપીઓ રાજુભાઈ ભાભોર,વિનુભાઈ કલારા, કમલેશભાઈ મુનિયા વિરૂધ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.