Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વડોદરા:મેચ પર સટ્ટો રમતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી મોબાઈલ ફોન સહીત રોકડ જપ્ત કરી

વડોદરા: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ચાલતી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ પર સટ્ટો રમતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી મોબાઇલ ફોન અને રોકડા ૧,૬૦૦ રૃપિયા કબજે લીધા છે.

ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતા હોવાની માહિતીના આધારે  પોલીસે તપાસ હાથ ધરી હતી.દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,નાગરવાડા લાલજીકુઇ ન્યૂ સ્ટાર ઓટોની  પાછળ રહેતો અકીલ દાઉદભાઇ લાખાજીવાલા એમ.જી.રોડ પર આવેલી મીરાં જ્વેલર્સમાં નોકરી કરે છે.અને  હાલમાં ચાલતી બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ પર દુકાનમાં બેસીને સટ્ટો રમી રહ્યો છે.જેથી,પીસીબી પી.આઇ.જે.જે.પટેલની સૂચનાથી સ્ટાફના જવાનોએ  ઉપરોક્ત સ્થળે રેડ પાડીને અકીલને ઝડપી પાડયો હતો.અકીલ ક્રિકેટ લાઇન ગુરૃ એપ્લિકેશન પર આઇ.ડી.ના આધારે સટ્ટો રમી રહ્યો હતો.આ આઇ.ડી.આપનાર આરોપી સંગ્રામને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.આ અંગે વાડી  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

(5:17 pm IST)