Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

રાજયમાં પ્રથમવાર 'ગુજરાત પ્રિન્ટર્સ એવોર્ડ્સ'

અમદાવાદઃ ગુજરાત પ્રિન્ટિંગ મુદ્રક અને પેકેજિંગના વ્યવસાય સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા હજારો વ્યાપારી મિત્રોની પ્રશંસનીય કામગીરીને સન્માનિત કરવાના ઉદેશ્ય સાથે ૩૦ સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ પ્રથમવાર 'ગુજરાત પ્રિન્ટર્સએવોડર્સ' નુઁ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સાથે 'ગુજરાત પ્રિન્ટર્સ ડીરેકટરી ૨૦૧૮' ની બીજી આવૃતિનું પણ અનાવરણ કરવામાં આવશે.

ઉલલેખનીય છે કે પ્રિન્ટિંગ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦ હજારથી વધુ વ્યવસાયિકો સંકળાયેલા છે ત્યારે તેમની નાની મોટી સમસ્યાઓના ઉકેલ માટે તમામ હીતધારકો એક સ્ટેજ ઉપર આવે તે અત્યત જરૂરી છે.આ પ્લેટફોર્મ ઉપર ગ્રાફિકસ ડિઝાઇનર, ઓફસેટ પ્રિન્ટર્સ, સ્ક્રીન પ્રિન્ટર્સ, પેકેજિંગ પ્રિન્ટર્સ, મટીરીયલ સપ્લાયર્સ મેન્યુફેકચરર્સ, બાઇન્ડર્સ અને પ્રી-પ્રેસ તથા પોસ્ટ પ્રેસ પૈકી દરેક કેટેગરીમાં કાર્યરત ૧૨૫૦ થી વધુ વ્યાવસાયિકોને એવોર્ડ્સથી બિરદાવવામાં આવશે.

ગુજરાતના અગ્રગણ્ય એસોસિયેશન ના૧૬ અનુભવી સભ્યોની પેનલ વિવિધ માપદંડોને  લક્ષ્યમાં રાખીને એવોર્ડ વિજેતાઓ નક્કી કરાશે, જે અંતર્ગત ૪ સ્પેશિયલ  એવોડર્સ, ૧ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, ર બેસ્ટ-ઇન-હાઉસ પેકેજિંગ યુનિટ,૩ બેસ્ટ ઇન-હાઉસ કદમર્શિયલ પ્રિન્ટર તથા ૪ બેસ્ટ વુમન આન્ત્રપ્રેનિયર એવોડર્સ એનાયત કરાશે.

ગુજરાત પ્રિન્ટર્સ ડીરેકટરી ૨૦૧૮ માં પ્રિન્ટિંગ વ્યવસાયના ૫૦૦૦ થી  વધુ વ્યકિતઓ અને વ્યવસાયોની માહિતી પ્રદાન કરવામાં આવી છે. આ એવોડર્સ સમારોહ અને પ્રિન્ટર્સ ડિરેકટરી લોન્ચ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ, કોર્પોરેટ અને શિક્ષણી  ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત  રહેશે.

(3:51 pm IST)