Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અનૈતિક સબંધોનો કરુણ અંજામ :પાંડેસરાના વડોદ ગામે પ્રેમીએ કરી પરણિત પ્રેમિકાની ઘાતકી હત્યા: પતિ સ્તબ્ધ

પતિ નોકરીએ ગયા બાદ બે સંતાનોની હાજરીમાં ખેલાયો ખૂની ખેલ

 

સુરત: અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ આવ્યો છે.પાંડેસરામાં રહેતા પરિણીત પ્રેમિકાને તેના પ્રેમીએ લાકડાના ફટકામારી હત્યા નિપજાવી છે પાંડેસરાના વડોદ ગામે આવેલા ગણેશ નગરમાં ઘટના બની છે. પ્રેમી દ્વારા પ્રેમિકાની કરાયેલી ઘાતકી હત્યા સમયે પરિણીતાના બે સંતાનો ઉપસ્થિત હતા.

   જાણવા મળ્યા મુજબ પરીણિતાનો પતિ નોકરી કરવા ગયો હતો. ત્યારે પ્રેમી ઘરે આવ્યો હતો.અને બંને વચ્ચે બોલાચાલી બાદ રોષે ભરાયેલા પ્રેમીએ પરિણીતાની હત્યા કરી હતી. નોકરી પરથી ઘરે પરત ફરેલા પતિએ પોતાના પત્નીને લોહીમાં લથપથ જોતા 108ની મદદથી સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

-- 

(10:12 pm IST)