Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા ચોવીસ કલાકમાં નવા 1197 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો વધીને 90,139ને આંબી ગયો : વધુ 17 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2947 એ પહોચ્યો : રાજ્યમાં કોરોનાના રમખાણ વચ્ચે આજે વધુ 1047 દર્દીઓ સાજા થયા : અત્યાર સુધીમાં કુલ 72,304 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત

આજે પણ સુરતમાં સૌથી વધુ 253 કેસ, અમદાવાદમાં 163 કેસ, વડોદરામાં 124 કેસ, રાજકોટમાં 99 કેસ, જામનગરમાં 88 કેસ, મોરબીમાં 17 કેસ, ભાવનગરમાં 45 કેસ, પંચમહાલમાં 31 કેસ, કચ્છ માં 24 કેસ, મહેસાણામાં 21 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ રીતે ફેલાઈ રહ્યો છે. રોજેરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1197 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 90,139ને આંબી ગઈ છે અને આજે વધુ 17 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2947 થયો છે તો બીજીતરફ આજે વધુ 1047 દર્દીઓ સાજા થતા કુલ 72,304 લોકોએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં હાલમાં કુલ 14884 એક્ટિવ કેસ છે જેમાં 14798 સ્ટેબલ છે અને 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત રહેતા લોકો મુંજવાણમાં પડ્યા છે કે સાચ્ચા આંકડાઓ ક્યાં માનવા?

આજે નોંધાયેલા નવા 1197 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 168 કેસ છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 144 કેસ છે. આ સાથે સુરતમાં જિલ્લાના થઈને કુલ કેસ 253 થયા છે અને અમદાવાદ જિલ્લામાં 163 નવા કેસ નોંધાયા છે.

(8:04 pm IST)