Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રાધનપુર તાલુકામાં સતત પડી રહેલ વરસાદના કારણોસર અંતરિયાળ ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ

રાધનપુર:તાલુકામાં સતત ત્રણેક દિવસથી વરસી રહેલ વરસાદને કારણે તાલુકાના વિજયનગરનું ગામ તળાવ ઓવરફલો થયું હતું. જેને લઇને તળાવનું પાણી બે દીવસથી ગામમાં ફરીવળ્યું હતું. ગામમાં પ્રવેશ કરવાના માર્ગ પર કેડસમુ પાણી ભરાયું હતું. જેને લઇને ગામમાં પ્રવેશ કરવુ મુશ્કેલ બન્યું હતું. જ્યારે ગામ તળાવનું પાણી ગામના પ્રવેશ માર્ગ પર ભરાયાના સમાચાર મળતા તાલુકાવિકાસ અધીકારીએ રૃબરૃ ગામની મુલાકાત લીધી હતી. અને પાણીના અીકાલ માટેની કામગીરી શરૃ કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે આજે બે દિવસ બાદ પણ ગામના રસ્તાઓ પર તળાવનું પાણી ભરાયેલું રહેતા ગામમાં કોઇ બીમાર પડેતો દવાખાને લઇ જવામાં મુશ્કેલી સર્જાય તેવી આજની સ્થીતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. પાણી ભરાયેલા રસ્તા પર  પંચાયત કચેરી ડેરી આવેલ હોઇ ડેરીમાં દુધ ભરાવવા જવું મુશ્કેલ હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું. તળાવનું પાણી ગામમાં પ્રથમ વખત આવેલું છે અને પાણીનો તાત્કાલિક નીકાલ કરવામાં આવે અને પાણીના નીકાલ બાદ રોગચાળોના ફેલાય તેના માટે દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી પણ ગ્રામજનોએ રજુઆત કરી હતી.

(6:10 pm IST)