Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરતના ઈન્દરપુરામાં જરીના કારખાનામાં કામ કરતા યુવકને કરંટ લાગતા કમકમાટીભર્યું મૃત્યુ

સુરત: શહેરના ઇન્દરપુરામાં રાણાવાડમાં આજે સવારે યુવાનને જરીના કારખાનામાં કામ કરતી વખતે ઇલેકટ્રીક કરંટ લાગ્યા બાદ માલિકને પણ કરંટનો ઝાટકો લાગ્યો હતો.જેમાં યુવાન  મોતને ભેટયો હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધના ભાઠેનામાં ભરતનગર પાસે શિવદર્શન સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષીય  ભરતભાઇ  પ્રાણલાલ રાણા ઇન્દરપુરામાં રાણાવાડ ખાતે જરીના કારખાનામાં તાંબાના તારનું વજન કાંટા પર વજન કરવાનું કામ કરતા હતા.તે સમયે અચાનક ભરતભાઇને ઇલેકટ્રીક કરંટ લાગતા દિવાલ સાથે અડીને બેસી જવાયુ હતુ.બાદમાં તેમને ચક્કર આવ્યા કે શુ ? તે ચેક કરવા માટે કારખાના માલિક ચેતનભાઇ રાણા(.-૩૬-રહે-ઇન્દ્રરપુરા પાસે) ગયા હતા.ત્યારે ચેતનભાઇને પણ કરંટનો ઝાટકો લાગ્યો હતો.જોકે સદસસીબે તે બચી ગયા હતા.અને તરત દોડી જઇને મેઇન સ્વીચ બંધ કરી ભરતભાઇને તરત સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.જયાં ફરજ પરના ડોકટરે ભરતભાઇને મૃત જાહેર કર્યા હતા. ભરતભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

(6:10 pm IST)