Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરત: વેસુની કરોડોની જમીનમાં દલાલ પાસેથી 18 લાખની લાંચ માંગી છેતરપિંડી આચરનાર બે અધિકારીઓની ધરપકડ

સુરત:વેસુની કરોડોની જમીનના વિવાદમાં નિવેડો લાવવા જમીનની માપણીના બદલામાં જમીન દલાલ પાસે રૃ.18 લાખની લાંચ માંગી ઇન્ચાર્જ જીલ્લા નિરીક્ષક- જમીન દફ્તર અને પુણાના નાયબ મામલતદારે તેમના બે વાઉચરને અડધી રકમ એડવાન્સમાં લેવા મોકલ્યા હતા. જોકેજમીન દલાલની ફરિયાદના આધારે એસીબીએ કચેરીની સામે નાનપુરા જજીસ કોલોનીની બહાર બસ સ્ટેન્ડ પાસેથી બંનેને રૃ.લાખ સાથે ઝડપી પાડી બાદમાં બંને અધિકારીને પણ ડિટેઈન કર્યા હતા.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વેસુમાં આવેલી અંદાજીત રૃ.કરોડની જમીન સુરતના રહેવાસી જમીન દલાલે ખરીદી હતી. જોકેતે જમીનનો એક હિસ્સો અગાઉથી કોઈકે ખરીદ્યો હતો અને તે હિસ્સો કેટલો છે તે બાબતે વિવાદ સર્જાતા વર્ષ 2018માં ઉમરા પોલીસે અરજીના આધારે ગુનો પણ નોંધ્યો હતો. દરમિયાનજમીનની માપણી કરાવે તો વિવાદનો નિવેડો આવે તે માટે જમીનની માપણી કરવા જમીન દલાલે નાનપુરા બહુમાળી કેમ્પસ સ્થિત હક્ક ચોક્સી અધિકારી અને ઇન્ચાર્જ જીલ્લા નિરીક્ષક- જમીન દફ્તર રિતેશ બાલુભાઈ રાજપરા અને પુણા જનસેવા કેન્દ્રના નાયબ મામલતદાર જસ્મીનભાઈ અરવિંદભાઈ બોધરાનો સંપર્ક કર્યો હતો. બંનેએ જમીનની માપણી કરવા માટે જમીન દલાલ પાસેથી રૃ.18 લાખની લાંચની માંગણી કરી અડધી રકમ એડવાન્સમાં આપવા અને બાકીની રકમ કામ થઈ ગયા બાદ આપવા જણાવ્યું હતું.

(6:09 pm IST)