Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા તાલુકાના વિવિધ 19 જેટલા ગામોમાં 25 કાચા મકાનો ધરાશાયી થયા

મેઘરજ:તાલુકામાં શનિવારથી રવિવારે સાંજ સુધીમાં ધોધમાર વરસાદ ખાબકતાં તાલુકાના વિવિધ ૧૯ જેટલા ગામોમાં ૨૫ કાચા મકાનો ધરાશય થતાં મેઘરજ તાલુકા પંચાયત દ્દારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. મેઘરજ તાલુકામા ચોમાસુ સીજનમાં એકસાથે સાત ઇંચ જેટલો વરસાદ પહેલીવાર ખાબક્યોહતો તાલુકામાં શ્રાવણ માસ પુર્ણથયો ત્યાંસુધી તમામ તળાવો ચેકડેમ અને નદી ઓ કોરા ધાકોરહતા પરંતુ શનિવાર બપોર થી રવિવાર સાંજ સુધીમાં સાત ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતાં મેઘરજ તાલુકાના શણગાલ. મેઘરજ. અજુહીરોલા. બેલ્યો. ઉન્ડવા. ઇસરી. અદાપુર. લાલોડીયા. બેડઝ. કસાણા. કાલીયાકુવા. વાંટાપાણીબાર. છીટાદરા. નવાગામ()પટેલઢુંઢાભુવાલ અને રાયાવાડા જેવા ૧૯ ગામોમાં ૨૫ કાચા મકાનો ધરાશય થયા હતા. જેમાં જે તે ગામના તલાટીઓ દ્વારા તાલુકા પંચાયત મેઘરજ ખાતે જાણ કરવામાં આવતાં તાલુકા પંચાયત ના ટી ડી દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરાવી હતી

(6:08 pm IST)