Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કલોલ શહેર પોલીસે બાતમીના આધારે એક્ટિવા ચાલકને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો

કલોલ:શહેર પોલીસને બાતમી મળી હતી કે પંચવટી વિસ્તારમાંથી હાઇવે રોડ તરફ એક એક્ટીવા ચાલક વિદેશીદારૂની બોટલો લઇને આવી રહ્યો છે. જેથી કલોલ શહેર પોલીસે બાતમીવાળું એક્ટીવા નં.જીજે-૧૮-સીએચ-૧૯૦૦ પર સવાર પાંચ હાટડી બજારના લુહારવાસમાં રહેતા સુનીલ ઉફે રાહુલ દિનેશભાઇ શાહને અટકાવ્યો હતો. પોલીસે થેલાની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની ૧૦ બોટલ મળી આવી હતી. વિદેશીદારૂનો જથ્થો તેણે કુખ્યાત બુટલેગર લક્ષ્મણજી ઉર્ફે અન્ગી રાજુજિ ઠાકોર રહે.મંગળ ગિરધર પ્રેસ પાસેથી મંગાવ્યો હતો અને વિદેશીદારૂની બોટલો લક્ષ્મણજીનો સાગરીત ફિરોઝખાન અકબરખાન પઠાણ આપી ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે બંને બુટલેગરોને પણ કેસમાં વોન્ટેડ બતાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બુટલેગર અંગી અગાઉ પણ વિદેશીદારૂના કેસમાં જેલની હવા ખાઇ ચૂક્યો છે. ત્યારે હવે ખાનગીમાં વિદેશીદારૂનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે બાતમીને આધારે તેના વિદેશીદારૂના જથ્થા સામે એક ઇસમને ઝડપી લઇ અંગી અને ફિરોઝને કેસમાં વોન્ટેડ બતાવી બંનેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

(6:07 pm IST)