Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરતના ઉન વિસ્તારમાં દુકાન બુકિંગના નામે વેપારી પાસેથી 3.61 લાખ પડાવનાર બિલ્ડર દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ઉન વિસ્તારમાં ઝમઝમ રેસીડન્સી નામે પ્રોજેક્ટ શરૂ કરી દુકાન બુકિંગના નામે કેમીકલ વેપારી પાસેથી રૂા. 3.61 લાખ પડાવી લઇ પ્રોજેકટ રાતોરાત બંધ કરી દઇ દુકાન તો ઠીક પરંતુ પૈસા પરત નહીં આપી વિશ્વાસઘાત કરનાર બિલ્ડર દંપતી વિરૂધ્ધ સચિન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય છે.
ઉધના ઉદ્યોગનગર ખાતે ઝેડ.. એન્ટરપ્રાઇઝ નામે કેમીકલનો વેપાર કરતા શહેઝાદ અકબર રાઠોડ (રહે. 20, લક્ષ્મી નગર સોસાયટી, જીવન જ્યોત સિનેમાની પાછળ, ઉધના મેઇન રોડ) ના પિતાએ વર્ષ 2013માં ઉનના રે. સર્વે નં. 84ના બ્લોક નં. 149//2ના ફાઇનલ પ્લોટ નં. 133/બી/1 માં ઝમઝમ રેસીડન્સીમાં મારવા ના પહેલા માળે એસ 5 નંબરની દુકાન બુકિંગ કરાવી હતી. ઝમઝમ રેસીડન્સી પ્રોજેકટના બિલ્ડર મોહમંદ ઐયુબખાન ઇકબાલખાન મીસ્ત્રી ઉર્ફે ઐયુબખાન ઇકબાલખાન મૌયલ (રહે. 24, નિલમ સોસાયટી, પેટ્રોલ પંપ પાસે, ઉન અને મૂળ સબ્જી ફરોસનો મહોલ્લો, મદીના મસ્જિદની બાજુમાં, ફતેપુર, જિ. ઝુનઝુન, રાજસ્થાન) સાથે નક્કી થયા મુજબ દુકાનની કિંમત રૂા. 7.23 લાખ અને 50 ટકા પેમેન્ટ એડવાન્સ અને બાકીના 50 ટકા પેમેન્ટ પઝેશન મળ્યા બાદ આપવાનું નક્કી કર્યુ હતું. જે મુજબ શહેઝાદના પિતાએ ટુક્ડે-ટુક્ડે રૂા. 3.61 લાખ ચુકવી દીધા હતા.

(6:04 pm IST)