Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરતના પાંડેસરામાં રમવા ગયેલ સિક્યુરિટી ગાર્ડનો 11 વર્ષીય પુત્ર ગૂમ થઇ જતા પોલીસ તંત્ર દોડતું થયું

સુરત: શહેરના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગરમાં રહેતા મૂળ ઝારખંડના સિક્યુરિટી ગાર્ડનો 11 વર્ષીય પુત્ર ગત બપોરે સોસાયટીમાં રમવા ગયા બાદ ગુમ થયો હતો. આજે સવારે 11 વર્ષીય બાળકની હત્યા કરેલી લાશ તેના ઘર નજીકથી મળી આવતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બાળકની હત્યા તેના હમઉમ્ર મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ ઝારખંડના વતની અને સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગર પ્લોટ નં.57 માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંતોષ અજયભાઈ તિવારીનો 11 વર્ષ 10 માસનો પુત્ર આકાશ ગત બપોરે 3 વાગ્યે તેની માતાને સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ ક્યાંય ભાળ મળતા છેવટે ગુમ થયાની જાણ પાંડેસરા પોલીસ મથકમાં કરી હતી

(6:04 pm IST)