Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વડોદરા:ફાજલપુર નજીક નદી કિનારે 60 વર્ષીય વૃદ્ધની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા:ફાજલપુર પાસે મહીસાગર નદીના કિનારેથી ૬૦ વર્ષના વૃધ્ધની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. નંદેસરી પોલીસે મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

નંદેસરી પોલીસને ફાજલપુર ગામના સરપંચે જાણ કરી હતી. કે ફાજલપુર ગામ પાસેના વજેસીંગના સિલા પાસે પાસે મહીસાગર નદીના કિનારે એક વૃધ્ધ વ્યક્તિની લાશ પડી છે જેમાં નંદેસરી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતકની ઉંમર આશરે ૬૦ વર્ષની હતી અને તેના શરીર પર માત્ર વાદળી રંગનું શર્ટ હતું. પેન્ટ નહતું. તેની પાસેથી મોબાઇલ ફોન કે પર્સ કંઇ મળી આવ્યું નહતું. લાશ ત્રણ ચાર દિવસ જૂની હોઇ ડિકમ્પોઝ થઇ ગઇ હતી.

(6:03 pm IST)