Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વડોદરાના આજવા રોડ પર દુષિત પાણી સહીત બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

વડોદરા: આજવારોડ, ન્યૂ કારેલીબાગના વિસ્તારોમાં દૂષિત પાણી અને બિસ્માર રસ્તાઓથી ફરિયાદ વોર્ડ ઓફિસ અને કોર્પોરેટરને  વારંવાર   છતાંય  તેનું નિરાકરણ આવ્યું નથી. જેથી સ્થાનિક રહીશે છેવટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક કોર્પોરેટર તેમજ વોર્ડ ઓફિસના સ્ટાફ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આવી છે.

આજવા રોડ લકુલેશ નગરમાં રહેતા રહીશે બાપોદ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે,   અમારા વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. પીવાનું ચોખ્ખુ પાણી આવતું નથી. કોર્પોરેશનમાં વેરો ભરતા હોવા છતાંય અમને ચોખ્ખુ પાણી પીવા માટે  મળતું નથી. તેમજ રસ્તાઓ    પણ તૂટેલી હાલતમાં છે. અંગે અમે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો વોર્ડ ઓફિસમાં કરી છે. તેમજ વોર્ડ નંબર અને ૫ના સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆતો કરી છે. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તેમજ નાગરિકો સાથે મનસ્વી રીતે વર્તન કરે છે. જેથી મ્યુનિસિપલ કમિશ્નર વોર્ડ ઓફિસર તેમજ  કોર્પોરેટર વિરૃધ્ધ મ્યુનિસિપલ એક્ટ મુજબ કાર્યવાહી કરવા મારી રજૂઆત છે.

(6:03 pm IST)