Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમદાવાદના પાલડીમાં ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી ઠગે મહિલાના ખાતામાંથી 25 હજારની ઉઠાંતરી કરી

અમદાવાદ: શહેરના પાલડીમાં સુમંગલ ફ્લેટમાં રહેતા ક્રિનલ બેન ગીરીશભાઈ શાહને મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જે તેમણે ચેક કરતાં તેમના બેન્ક ઑફ બરોડાના એકાઉન્ટમાંથી કુલ 25 હજાર રૂપિયા ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

અંગે તેમણે બેંકમાં જઇ તપાસ કરતા બેન્ક એકાઉન્ટ બંધ કરવાનું કહેતા મેનેજર એકાઉન્ટ બંધ કરવાની ના પાડી હતી. કિંજલબેનએ સેલેરી એકાઉન્ટ હોવાથી તેમના ખાતામાં સેલરીની રકમ આવશે તો ફરીથી ઉપડી જશે તેમ જણાવ્યું હતું.

બાદમાં તેમણે સાયબર ક્રાઇમમાં ફોન કરીને બાબતની જાણ કરી હતી. જેને પગલે તેમણે અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

(6:02 pm IST)