Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વેદાંતા લી. ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ ખાતે મોકડ્રીલ કરવામાં આવી

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ઓફિસરો દ્વારા જામનગર જીલ્લાના દડીયા ખાતે વેદાંતા લી. ક્રેઇન ઓઇલ એન્ડ ગેસના એજીઆઇ-૩૧ યુનીટની સરપ્રાઇઝ વિઝીટ લેવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સલામતી માસની ઝુંબેશના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના આસી. ડાયરેક્ટર બી.એસ.પટેલ, એસ.આર.ઓઝા, જી.એ.મકવાણા દ્વારા જામનગર જીલ્લાના દડીયા ખાતે આવેલ વેદંતા લી. ક્રેઇન ઓઇલ એન્ડ ગેસના એજીઆઇ-૩૧ યુનીટની સરપ્રાઇઝ વિઝીટ લેઇને મોકડ્રીલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ગેસ લીકેજ તેમજ આગ લાગેલ હોય કંપની દ્વારા તરત જ ઇમરજન્સી જાહેર કરી ગેસ બંધ કરવાની તેમજ આગ ઓલવવાની કામગીરી તાત્કાલીક હાથ ધરવામાં આવી હતી. આ મોકડ્રીલના અંગે ડી-બ્રીફિંગમાં જણાવેલ સલામતીના સુચન ધ્યાનમાં રાખી પાલન કરવાનું જણાવેલ હતુ તેમ વેદાંતા લી. ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ વિરમગામના એચ.એસ.ઇ સીનિયર મેનેજર અનંત તાંદલે જણાવ્યુ હતુ.

(5:36 pm IST)