Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરતમાં આર્થિક સંકડામણ અને કોરોના કાળમાં મૃત્‍યુ પામેલાઓના પરિવારોની વ્‍હારે અમેરિકા જેમ્‍સ એન્‍ડ જ્‍વેલરીના ઉદ્યોગપતિ-એનઆરઆઇ અને ડાયમંડ ઇન્‍ડસ્‍ટ્રી કરીયર

સુરત: હીરા ઉદ્યોગમાં ભીષણ મંદી અને ત્યારબાદ કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગપતિ, NRI અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન આવ્યું છે. આ બંને સંસ્થાઓ મળીને સુરતના રત્ન કલાકારોને આર્થિક સહાય આપશે અને ફરી રોજગારીની તક મળી રહે આ માટે પ્રયત્નશીલ થશે.

સુરતમાં રહેતા રત્ન કલાકારોની પીડા ભલે સરકારના સમજે પરંતુ હજારો કિલોમીટર દૂર અમેરિકામાં વસતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને NRI ચોક્કસથી સમજી રહ્યા છે. આ જ કારણ છે કે, કોરોના કાળમાં અસરગ્રસ્ત થયેલા અને મૃત્યુ પામેલા રત્ન કલાકારોને વ્હારે અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) વ્હારે આવી છે.

બંને સંસ્થાઓ મળીને સર્વે વાંદરી અસરગ્રસ્ત રત્ન કલાકારોને આર્થિક સહાય આપશે. અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF)  કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવ્યું છે. DICF દ્વારા જાહેરાત થઈ છે કે જે રત્નકલાકારો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય અથવા જે રત્નકલાકારોએ જાન્યુ 2020થી અત્યારસુધીનાં સમયગાળામાં આત્મહત્યા કરી હોય એમનાં પરિવારજનોને DICF દ્વારા રોજીરોટી માટે નોકરીનાં પ્રયત્નો અથવા અનાજ કરીયાણાની કીટ, જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ અથવા ચેક દ્વારા જરૂરી આર્થિક સહાયની મદદ કરવામાં આવશે, પ્રતિ પરિવાર કુલ 10 હજારથી લઈને 35 હજાર સુધીની મદદ DICF આપશે.

મદદ ઈચ્છનાર પરિવારજન માંથી એક સભ્યે ડેથ સર્ટિફિકેટ, પરિવાર સભ્યોની સંખ્યા, જ્યાં કામ કરતા હોય એનું નામ, સરનામું, મોબાઈલ નંબર લખી 9904235130 નંબર પર વોટ્સએપ કરવા વિનંતી કરાઈ છે. આ સહાય ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC હદ વિસ્તાર સુધી મર્યાદિત છે. સહાય મેળવનાર પરિવારનું આ વિસ્તારમાં રહેઠાણ હોવું જરૂરી છે, સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું છે કે જે રત્નકલાકાર પરિવારમાંથી સદસ્યનું અવસાન થયું હોય ત્યારે એની ખોટ તો કદી પુરી ના કરી શકાય પરંતુ પરિવારને મદદરૂપ બનવાનો DICF દ્વારા આ વિનમ્ર પ્રયાસ છે.

(4:54 pm IST)