Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રાજપીપળા પાસેના વડીયામાં સ્ટેશનરીના વેપારી પાસે ઓનલાઈન રૂ.એક લાખ પડાવનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ

વોટસએપ પર મેસેઝ કરી દિપાલી એન્ટરપ્રાઇઝીઝ કંપની આસામમાં પેપરના હોલસેલ સપ્લાયર હોવાનું જણાવી મોબાઈલ પે એપ દ્વારા પેમેન્ટ મંગાવી છેતરપીંડી કરી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા વડીયા ગામ માં સ્ટેશનરી ની દુકાન ચકાવતા એક વેપારી ને સસ્તા કાગળ આપવાની લાલચ આપી એક ઠગે એક લાખ રૂપિયા મોબાઈલ એપ દ્વારા મંગાવી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ રાજપીપળા પો.સ્ટે.માં નોંધતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડીયા માં સ્ટેશનરી ની દુકાન ચલાવતા વેપારી ને અબ્દુલ હસન નામના વ્યક્તિએ કોમ્યુટર રીસોર્સના ઉપયોગથી ફરીયાદીના વોટસએપ નંબર પર મેસેઝ કરી પોતે દિપાલી એન્ટરપ્રાઇઝીઝ કંપની હેલીકાન્ડી આસામમાં A4 પેપરના હોલસેલ અને સપ્લાય કરતી કંપની છે જેમાં પોતે મેનેજીંગ પાર્ટનર હોવાની ઓળખ આપી jk તેમજ B2B પેપરના હોલસેલર છે જેવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લેતા વડીયા ના વેપારી અલગ-અલગ કાગળની કંપનીના અલગ અલગ કાગળની જાડાઇ તેમજ અલગ અલગ સાઇઝના કાગળો ની ત્રણ હજાર રિમો નો ઓર્ડર કરેલ હોય જેનું કુલ બીલ રૂપિયા.૨,૭૮,૬૭૦/- જેટલી રકમ થતી હોય આ ઠગ દ્વારા ચાલીસ ટકા રકમ રૂ.એક લાખ દિપાલી એન્ટરપ્રાઇઝીઝ કંપનીના નામે મોબાઈલ પે એપથી ઓનલાઇનથી અલગ એકાઉન્ટ નં.૦૨૬૭૦૧ ૦૦૦૦૫૬૫ માં નખાવી પેમેન્ટ કરેલા રૂપિયા પરત માંગતા નહી આપી વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ગતરોજ રાજપીપળા પો.સ્ટે. માં નોંધતા પોલીસે સ્ટેશનરી ના વેપારીની ફરિયાદ ના આધારે આ ઠગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ રાજપીપળા ટાઉન પીઆઇ એન.એસ.પરમાર કરી રહ્યા છે.

(4:43 pm IST)