Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રાજપીપળા શહેર માં ત્રણ દિવસ થી સર્વર ની તકલીફ માં રેશનકાર્ડ પર અનાજ લેવા જતા ગ્રાહકો ને ધક્કા

તમામ વસ્તુ ઓનલાઇનની વાતો કરતી સરકાર નર્મદા જિલ્લા જેવા અંતરિયાળ વિસ્તારોમાં સર્વર માટે યોગ્ય પગલાં લે એ જરૂરી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થી સર્વર ધીમું પડતા રેશનકાર્ડ પર જથ્થો લેવા જતા ગ્રાહકો ધક્કે ચઢી રહ્યા છે.જેમાં સવારે અમુક ઓનલાઇન કૂપનો નીકળ્યા પછી બપોર બાદ સર્વર એકદમ સ્લો પડતા કલાકો ગ્રાહકો કતાર માં ઉભા રહ્યા બાદ પણ કુપન ન નીકળતા આખરે કંટાળી ઘરે ચાલ્યા જાય છે.

પુરવઠા સહિત ની અનેક બાબત સરકાર ઓનલાઇન કરવા માટે ઉતાવળી બની છે જેમાં વિદેશી નીતિ અપનાવી આપણા દેશ માં પણ દરેક બાબતે ઓનલાઇન ની પ્રથા શરૂ કરવા સરકાર નવા અયોજનો કરે છે જોકે આ બાબત સારી છે પરંતુ એ માટે નેટવર્ક ના ટાવરો વધારી બાકી ની જરૂરી અનેક પ્રક્રિયા નિયમિત કાર્યરત રહે તે પણ તેટલુંજ જરૂરી હોય પરંતુ આપણા દેશ ના ઘણા જિલ્લાઓ માં નેટવર્ક ના ઠેકાણા નથી જેમાં નર્મદા જિલ્લામાં તો અમુક અંતરિયાળ ગામો એવા પણ છે કે ત્યાં ક્યારેય મોબાઈલ નેટવર્ક મળતું નથી ઉપર થી વારંવાર સર્વર બંધ થવાની રામાયણ માં ઘણી ઓનલાઇન પ્રક્રિયા ખોટકાઈ પડે છે.

હાલ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેર માં પણ ત્રણ દિવસ થી સર્વર ની ક્ષતિ આવતા પુરવઠા ની દુકાનો પર અનાજ લેવા જતા ગ્રાહકો ને ધક્કા ખાવા પડતા હોવાનું જોવા મળ્યું છે માટે સરકાર આ માટે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.

(4:42 pm IST)