Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સાગબારા પોલીસે નાકાબંધી કરી પશુઓની હેરાફેરી કરતા ત્રણ ને 15.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા ની સુચના મુજબ તથા રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન મુજબ ગે.કા. રીતે પશુઓની હેરાફેરી કરતા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવાની સુચના અને નિર્દેશના પગલે તા.રપ ઓગસ્ટ નારોજ જી.કે.વસાવા પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા એ બાતમી ના આધારે સાગબારા પોલીસના માણસો સાથે સાગબારા નજીક કુંભી કોતર પાસે હાઈવે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન ટાટા ટ્રક નંબર GJ 23V 1398 ના ચાલક હસનુદ્દીન અબ્દુલ શકુર મુળ રહે.- ૭૫ મીનાર વાલી મજીદ , જમાલ ગઢ- ૧૫૬ , જમાલ ગઢ , મેવત હરીયાણા હાલ રહે સામરખા તા.જી.આણંદ એ પોતાના કબજાની ટ્રકમાં પશુ ભેંસો નંગ -૨૪ તથા આઈસર ટેમ્પા નંબર GJ 23 AT 4555 ના ચાલક શબ્બીરખાન અકબરખાન પઠાણ રહે.રહેમાની સોસાયટી આણંદ તા.જી.આણંદ , એ પોતાના કબ્બામાના ટેમ્પામાં પશુ ભેંસો નંગ ૧૩ ભરી , તેઓએ પશુઓ ( ભેંસો ) માટે ઘાસચારા તથા પાણીની સગવડ નહી રાખી અને તાડપત્રી થી ઢાંકી હવા ઉજાસની સગવડ નહી રાખી ટુંકા દોરડાથી ચુસ્ત બાંધી આર.ટી.ઓ ના પાસ પરમીટ વગર આ પશુઓ આણંદ જીલ્લાના સામરખા ગામના ઈલીયાસ મીંયા હસુમીંયા મલેક એ ભરાવી આપેલ હોય જે પશુઓ ને મહારાષ્ટ્ર ખાતે વેચવા માટે લઈ જતા હોય જેથી પશુઓની હેરાફેરી કરેલ વાહન ટાટા ટ્રક - ૦૧ કિ.રૂ .૫,૦૦,૦૦૦ / - તથા આઈસર ટેમ્પા નંગ -૦૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / - તથા કુલ પશુઓ ભેંસો ) નંગ -૩૭ ની કિ.રૂ .૭,૪૦,૦૦૦ / -મળી આશરે કુલ .૧૫,૪૦,૦૦૦ / - નો મુદ્દામાલ કબ્બે લેવામાં આવેલ છે . અને મજકુર ત્રણે વ્યક્તિઓ વિરૂધ્ધમાં પશુધાતકીપણા નો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(4:40 pm IST)