Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

માત્ર ૧૪૫ તાલુકાઓમાં ઝરમરથી ૩ ઈંચ વરસાદ રાજયભરમાં સીઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદ

રાજયભરમાં મેઘરાજાનું જોર ઘટયું

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી,તા.૨૬: ચોમાસાની આ સીઝનમા મેઘરાજા ભાદરવા માસમાં પણ મન મૂકીને વરસ્યા બાદ હવે છેલ્લા ૨૪ કલાકથી નરમ પડયાનું જણાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયના માત્ર ૧૪૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઈ ૭૩ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે. જો કે આ સાથે રાજયમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ આશરે ૧૦૮ ટકા જેટલો નોંધાયો છે.

ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિવિધ વિસ્તારમાં નોંધાયેલ વરસાદના મુખત્વે આંકડાને જોઈએ તો  ભાભર ૭૨ મીમી, લખપત ૬૯, વાવ ૬૨, ધાનેરા ૫૩, દિયોદર અને લખાની૫૧, અમીરગઢ ૪૭,  સુઈગામ ૪૪, અંજાર અને થરાદ ૪૨, કાંકરેજ ૪૦, વિજયનગર ૩૭, ડીસા ૩૪, દાંતા, દાંતીવાડા અને વડાલી ૨૯, ગાંધીધામ ૨૮ અને પાલનપુર ૨૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજય ના ૧૨૭ તાલુકા ઓમાં ૧ મીમી થી ૨૩ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે રાજયના મોટા ભાગના વિસ્તારોમા મેઘરાજા વિરામ ઉપર જણાય છે મહેસાણા પંથકમાં હળવા ઝાપટા પડી રહિયા છે.

ઉકાઈ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે વધીને ૩૩૪.૦૭ ફૂટે પહોંચી છે. ડેમમાં ઇન્ફ્લો ૭૫૫૯૯ કયુશેક સામે ૧૮૦૦૦ કયુસેક જેટલું પાણી છોડાય રહિયું છે.

(4:12 pm IST)