Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સી.આર.પાટીલનો સપાટો : ઉપલેટાના ૧૪ સહિત ૩૮ નગરપાલિકા સભ્યો ભાજપમાંથી સસ્પેન્ડ

પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં પક્ષના આદેશના અનાદર બદલ આકરૃ પગલું

રાજકોટ, તા., ૨૬: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સુચનાથી પાર્ટીએ ૬ નગરપાલિકાઓના ૩૮ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે તે સુધરાઇના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં  પક્ષના આદેશ વિરૃધ્ધ વર્તવા બદલ આ આકરૃ પગલુ  લેવામાં આવ્યું છે. ખેડબહ્માના -ર, હારીજના-૪, બનાસકાંઠાના થરાદના-૩, રાપરના-૧ર, ઉપલેટાના-૧૪ અને તળાજાના-ર સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉપલેટામાં સસ્પેન્ડ થયેલ સુધરાઇ સભ્યોમાં રણુભા જાડેજા, જયંતીભાઇ રાઠોડ, અમીતાબેન કાલાવાડીયા, સુશીલાબા જાડેજા, જયશ્રીબેન સોજીત્રા, વર્ષાબેન કપુપરા, ઉષાબેન વશરામ, રમાબેન કટારીયા, રમાબેન ડેર, જગદીશ કપુપરા, વર્ષાબેન ડેર અને અશ્વીન બારૈયાનો સમાવેશ થાય છે.

(4:11 pm IST)