Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વડોદરામાં વધુ એક કોરોના દર્દીનું મોતઃ કુલ પોઝિટિવ કેસ ૭૩૪૦:મૃત્યુઆંક ૧૩૩, કુલ ૫૭૦૫ સાજા થયા

વડોદરા,તા. ૨૬: શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થયું છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારના ૬૧ વર્ષીય વ્યકિતનું મોત થયું છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને ૭૩૪૦ ઉપર પહોંચ્યો છે. અને સત્ત્।ાવાર મૃત્યુઆંક ૧૩૩ થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૫૭૦૫ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. વડોદરામાં હાલ ૧૫૦૨ એકિટવ કેસ પૈકી ૧૫૪ દર્દી ઓકિસજન ઉપર અને ૬૬ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૧૨૮૨ દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેરના આજવા રોડ, અટલાદરા, છાણી, નાગરવાડા, કારેલીબાગ, માંજલપુર, વાઘોડિયા રોડ, કિશનવાડી, VIP રોડ, મકરપુરા, તરસાલી, સમા, ગોત્રી, અકોટા, ઇલોરાપાર્ક, વારસીયા, ગોરવા જયારેગ્રામ્યમાં કરજણ, સાવલી, જરોદ, ડભોઇ, બાજવા, સિસવા, પોર, રણોલી, સેવાસી , બીલ, પાદરામાં કેસ નોંધાયા છે.

વડોદરા શહેરમાં હાલ ૩૪૧૫ લોકોને કવોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી ૩૩૬૦ લોકો હોમ કવોરન્ટીન, ૪૪ લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં કવોરન્ટીન અને ૧૧ લોકો સરકારી ફેસિલિટીમાં કવોરન્ટીન છે.

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૩૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૧૨૫૩, પશ્યિમ ઝોનમાં ૧૧૧૯, ઉત્ત્।ર ઝોનમાં ૧૮૯૪, દક્ષિણ ઝોનમાં ૧૪૪૨, વડોદરા ગ્રામ્યમાં ૧૫૯૮ અને ૩૪ કેસ બહારના શહેર અને રાજયોના નોંધાયા છે.

(3:33 pm IST)