Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વીરપુર : નાનકડા ગામમાં આખો દેશ વસે છે

ભારતના અંદાજે ૨૦ જેટલા રાજયોના નામોનો એક જ ગામમાં સમાવેશ

રાજકોટ,તા. ૨૬: ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વીરપુર ગામમાં આખો ભારત દેશ વસે છે એમ કહો તો પણ ચાલે આ ગામના નાના નાના વિસ્તારો, સોસાયટી, શેરીઓનું નામ દેશના જુદા જુદા રાજયોના નામથી આપવામાં આવ્યા છે, ભારતના અંદાજે ૨૦ જેટલા રાજયોના નામ એક ગામમાં સમાવાયા છે હકીકત ભારતની વિશેષતા વિવિધતામાં એકતાને આ ગામ બખૂબી સાચું પુરવાર કરે છે.

ભારતનું આ પ્રથમ ગામ એવું હશે કે જેના વિસ્તારોના ભારતના વિવિધ રાજયોના નામથી આપવામાં આવ્યા છે. ૪૦૦૦ ની વસ્તી ધરાવતા વીરપુર ગામમાં મીની ભારત વસે છે એમ કહો તો પણ ચાલે આ ગામમાં કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, તેમજ દિલ્લી જેવા રાજયોના નામના પાર્ક આવેલા છે.

ઉત્ત્।રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્ત્।ીસગઢ નામથી એરિયાના નામ આપવામાં આવ્યા છે. અહીં ગુજરાતની સાથે સાથે પશ્ચિમી રાજયોમાં મહારાષ્ટ્ર, અને ગોવા જેવા સ્થળો પણ જોવા મળે છે.

વીરપુર ગામમાં કેરળ, કર્ણાટક, તેમજ આંધ્રપ્રદેશ નામ દક્ષિણ ભારતીય રાજયોના નામની સોસાયટી પણ છે. પશ્ચિમ બંગાળ, સાથે સાથે ઉત્ત્।રી પૂર્વ રાજયો- અસામ, મેઘાલય, મિઝોરમ, તેમજ સિક્કિમ જેવા નામના વિસ્તાર પણ છે. આમ જોઈએ તો આખું ભારત એક નાનકડા ગામમાં આવી જાય છે. (૨૨.૨૯)

રાષ્ટ્રીય એકતાની ભાવના ગામનો મૂળ મંત્ર

. ગામના સરપંચ ફારૂક ખાણુંસિયા જણાવે છે કે ગામમાં રાષ્ટ્રીય એકતાની ભાવના પાયામાં છે. દેશમાં અનેક ગામોમાં પ્રાન્તવાદને લીધે અનેક કોમી ઝગડા થતા રહે છે પરંતુ આ ગામમાં એવું બનતું જ નથી બીજા લોકોને પણ રાષ્ટ્ર ભાવનાની પ્રેરણા મળે તે માટે ગામના વિસ્તારોને રાજયોના નામ આપવામાં આવ્યા છે. જયારે વિસ્તારોના નામ રાજયોના નામથી રાખવાના હતા ત્યારે આખા ગામની સહમતી હતી. ગામના વિવિધ વિસ્તારોના નામના બોર્ડ ઉપર તે વિસ્તારમાં રહેતા લોકોના નામ પણ લખવામાં આવે છે જેથી બહારથી આવતા લોકોને ઘર શોધવામાં મુશ્કેલી ન પડે.

ગામના એરિયાના નામકરણ પાછળ રસપ્રદ વાર્તા

. ક્ષત્રિય સમાજના લોકોની ઈચ્છા હતી કે એક વિસ્તારનું નામ ગઢ કે એવું રાખવામાં આવે આથી એક વિસ્તારનું નામ છત્ત્।ીસગઢ રાખવામાં આવ્યું છે. ગામના કેટલાક ઊંચા વિસ્તારોના નામ કાશ્મીર પાર્ક આપવામાં આવ્યું છે. જે વિસ્તારમાં દૂધ મંડળી છે તેવા વિસ્તારને પંજાબ પાર્ક નામ આપવામાં આવ્યું છે. વેપાર -રોજગાર વાળા વિસ્તારનું નામ મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું છે તો મજાની વાત એ છે કે જે જગ્યાએ ગામના લોકો ભેગા માંડીને વાતો કરે છે તે જગ્યાને દિલ્હી નામ આપવામાં આવ્યું છે.

(3:31 pm IST)