Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગુજરાતના ૮૯ ડેમો છલોછલ : ૧૩૭ હાઇએલર્ટ

નર્મદા ડેમમાં ૮૦% પાણીઃ સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાના ૧૪૦ ડેમોમાં સારૂ એવું પાણી

અમદાવાદ, તા. ર૬ : ગુજરાતમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક વધી રહી છે. રાજયના વિવિધ ભાગોમાં ર૦પમાંથી ૮૯ ડેમના પાણી ભરાયા છે. આ ડેમોએ ક્ષમતા સામે ૧૦૦ ટકા પાણી એકઠું કર્યું છે. રાજયમાં માનવરહિત ડેમો સહિત ૧૩૭ હાઇ એલર્ટ છે. આ તમામ ડેમોમાં ૯૦ થી ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ છે. આ સિવાય અહીં ૧૬ ડેમો છે જેમાં પાણીનો સંગ્રહ ૮૦ થી ૯૦ ટકાની વચ્ચે છે. આ ડેમોને  ચેતવણી રૂપ બતાવવામાં આવે છે. જયારે ૧૨ ડેમોમાં ૭૦ થી વધુ અને ૮૦ ટકા કરતા ઓછું પાણી સંગ્રહ હોય તેને પણ  ચેતવણી રપ દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ ભાગોમાં ભારે વરસાદને કારણે તમામ ડેમોમાં પાણી સંગ્રહ કરવાની સ્થિતિ સારી બની છે. મંગળવાર સુધીમાં, રાજયના મોટા ૨૦૫ ડેમોમાં ૮૯ ડેમો છલોછલ થઇ ગયા છે. સતત પાણીના પ્રવાહને કારણે ૧૩૭ ડેમ હાઇ એલર્ટ પર બતાવવામાં આવી રહ્યા છે. હાઈએલર્ટ ડેમોમાં ક્ષમતામાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. રાજયના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ આશરે ૭૦ ટકા પાણી સંગ્રહ થયું છે.

રાજયના ૪૧ ડેમોની વહન ક્ષમતા ની સામે ૭૦ટકા થી ઓછા પાણીનો સંગ્રહ થયો છે.

રાજયના નર્મદા સહિતના તમામ ડેમોમાંં, ક્ષમતાની સામે ૭૩ટકા જળ સંચય કરવામાં આવ્યો છે. ગુજરાતના ડેમોની  જળ સંગ્રહ ક્ષમતા ૨૫૨૨૬ફ૬૦ મિલિયન કયુબિક મીટર (એમસીએમ) છે.  તેની તુલનામાં, ડેમોએ ૧૮૩૯૭.૮૦ એસડીએમ એકત્રિત કર્યું છે જે લગભગ ૭૩ ટકા છે. ગુજરાતના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૯૪૬૦ એસસીએમ છે જે ૬પ૮૯.૮૦ જળસંગ્રાહ ૬૬.૬૬ ટકા છે. નર્મદા ડેમની મહત્ત્।મ સપાટી ૧૩૮.૬૮ મીટર છે, જેની સામે મંગળવાર સુધીમાં જળ સપાટી ૧૨૮.૫૫ મીટર સુધી પહોંચી ગઈ છે.

રાજયના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ડેમોમાં પાણી સંગ્રહ કરવાની શ્રેષ્ઠ સ્થિતિ છે. આ ક્ષેત્રના ૧૧ જિલ્લાઓના ૧૪૦ ડેમમાંથી ૬૪ છલકાયા છે. બધા ડેમોની સંગ્રહ ક્ષમતા ૨૫૩૯.૯૩ એમસીએમ છે. તેની તુલનામાં મંગળવાર સુધીમાં ૨૩૨૪.૫૩ એમસીએમ પાણીનો સંગ્રહ થયાં છે, જે ૯૧.૫૨ ટકા છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૨૩૪૭.૩૬ એમસીએમ છે. તેની સામે ૧૯૧૧માં ૯૩ એમસીએમ પાણી ઉપલબ્ધ છે.

આમાંથી પાંચ ડેમ છલકાયા છે. મધ્ય ગુજરાતમાં ડેમોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા નો ૮૧ ટકા થી  વધુ  પાણી ભરાયું છે. ઉત્ત્।ર ગુજરાતમાં ૧૫ ડેમોની જળસંગ્રહ ક્ષમતા ૧૯૨૨.૨૬ એમસીએમ છે, જેની તુલનામાં હાલમાં ૯૪૧.૪૨ એસડીએમ સંગ્રહ છે જે ૪૯ ટકાછે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૮૬૨૪.૭૮ એમસીએમ છે. તેની તુલનામાં, હાલમાં તે ૭૩૭૬.૬૩ એમસીએમ છે, જે લગભગ ૭૪ ટકા  છે. કચ્છના ૨૦ ડેમોની ક્ષમતા ૩૩૨.૨૭ એમસીએમ છે. તેની તુલનામાં, અત્યાર સુધીમાં ૨૫૩ એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે જે તેની ક્ષમતામાં ૭.૬ ટકા છે.

(1:18 pm IST)