Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સારા વરસાદથી શિયાળુ પાક પણ સારો થશે, માર્ગોની મરામત ઝડપથી કરાશે : નીતિન પટેલ

પરિસ્થિતિની સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી : મહેસાણા જિલ્લામાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે  સોમવારે પોતાના મતક્ષેત્ર મહેસાણામાં વ્યાપક વરસાદથી સર્જાયેલ પરિસ્થિતીની સમીક્ષા કરી હતી પાણી ભરાયેલ કેટલાક વિસ્તારોની જાત મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર

ગાંધીનગર,તા.૨૬ : નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વ્યાપક પ્રમાણમાં થયેલ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા મહેસાણા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે કહ્યુ હતું કે જિલ્લામાં થયેલા વરસાદને પગલે અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવેલા છે. આ ઉપરાંત વરસાદને પગલે માર્ગોને થયેલ નુંકશાનને ઝડપથી પુર્વવત માટે તે માટે વિવિધ વિભાગો દ્વારા યુધ્ધના ધોરણે સઘન કામગીરી આરંભી દેવામાં આવી છે

શ્રી પટેલે મહેસાણા જિલ્લામાં કડી, મહેસાણા, બેચરાજી અને જોટાણામાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થયેલ છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના નુંકશાન સહિત વિવિધ બાબતોની ચર્ચા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ બેઠકમાં કરી હતી સ્થળાંતરિત નાગરિકોની મુલાકાત પણ લીધી હતી.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં સારા વરસાદના પગલે જળાશયો ભરાયા છે જેનાથી નાગરિકો,ખેડુતોમાં આનંદ છવાયો છે. વરસાદને પગલે પીવાની પાણી અને સિંચાઇના પાણીની આવનાર સમયમાં મુશ્કેલી નડશે નહિ.આ ઉપરાંત આવનાર સમયમાં ખેડુતોને શિયાળું પાકમાં સારા પ્રમાણમાં ઉત્પાદન મળશે

બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ રેલ્વે લાઇનમાં ઉપર ઓવરબ્રિજ અને અંડરબ્રિજમાં પાણી ભરાવો અને તેના નિકાલ બાબતે વિગતે ચર્ચા કરી રેલ્વેના અધિકારીઓને તેનો નિકાલ લાવવા જણાવ્યું હતું,આ ઉપરાંત આગામી સમયમાં રાજયમાં વરસાદને પગલે માર્ગોને થયેલ નુંકશાન બાબતે ચોમાસા બાદ ઝડપથી પુર્વવત થાય તે માટે સંબધિત અધિકારીઓને સુચનો કર્યા હતા.

બેઠકમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ,રાજય સભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય સર્વે ઋષિકેશભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, રમણભાઇ પટેલ, અજમલજી ઠાકોર, અગ્રણી નિતીનભાઇ પટેલ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અધિકારી એમ.વાય.દક્ષિણી,જેલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિહ ગોહિલ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:32 am IST)