Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પારૂલ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુટના સ્થાપક ડો.જયેશભાઈ પટેલની વસમી વિદાય

અમદાવાદ હોમિયોપેથી મેડીકલ કોલેજ થકી સ્વનિર્ભર સંસ્થાનો પાયો નાખેલો : યુનિવર્સિટી સંલગ્ન ૩૪ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત

(કેતનખત્રી) અમદાવાદ : ૧૯૯૦ના દાયકામાં ગુજરાતમાં ટેકિનકલ અભ્યાસક્રમો અને મેડિકલ તથા પેરામેડિકલ અભ્યાસક્રમો માટે સરકારી કોલેજોમાં જ ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા હોઈ અને સ્વ-નિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ અસ્તિત્વમાં ન હોઈ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સદર અભ્યાસક્રમોમાં અન્ય રાજયો પાર મદાર રાખવો પડતો હતો ત્યારે ગુજરાતમાં ડો.જયેશભાઇ પટેલ દ્વારા અમદાવાદમાં હોમીઓપેથી વિદ્યાશાખામાં શિક્ષણ આપતી અમદાવાદ હોમીઓપેથીક મેડિકલ કોલેજ દ્વારા વર્ષ ૧૯૯૩માં સૌ પ્રથમ સ્વ-નિર્ભર સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સફળ સંચાલન અનેઉપ્લબ્ધીઓના પરિપાકરૂપે રાજકોટમાં હોમીઓપેથી શિક્ષણ આપતી રાજકોટ હોમીઓપેથીક મેડિકલ કોલેજની સ્થાપના વર્ષ ૧૯૯૬માં કરવામાં આવી હતી. આમ ગુજરાતમાંઉચ્ચ શિક્ષણ માટે સ્વ-નિર્ભર સંસ્થાઓની શરૂઆત કરવામાં ડો.જયેશભાઇ પટેલના અથાગ પ્રયત્નો અને દૂરંદેશી વ્યકિતત્વની અગ્રણીભૂમિકા રહી હતી. ગુજરાતમાં ફકત હોમીઓપેથીક ક્ષેત્રે જ નહીં પરંતુ ટેકિનકલ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા યુવાધનને ગુજરાતમાં જ સર્વાંગલક્ષી ઉચ્ચ શિક્ષણ મળી રહે અને ગુજરાતનું યુવાધન ગુજરાતમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવી રાજયના વિકાસમાં અગ્રીમ ભૂમિકા ભજવેતેવી ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને ડો.જયેશભાઇ પટેલ દ્વારા મુ.પો લીમડા, તા. વાઘોડિયા, જી. વડોદરા ખાતે વર્ષ ૨૦૦૩માં એન્જીનીઅરીંગ અને હોમીઓપેથીક કોલેજો અને ત્યારબાદના વર્ષોમાં ફાર્મસી, આર્કિટેકચર, ફિઝિયોથેરાપી, કમ્પ્યુટર એપ્લિકેશન, નર્સિંગ જેવી વિવિધ વિદ્યાશાખાઓમાંસ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓ પારૂલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સના નેજા હેઠળ શરૂ કરવામાં આવી.

પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સના નેજા હેઠળ ચાલતી શૈક્ષણિક સંસ્થાઓની ઉપલબ્ધીઓ અને ડો.જયેશભાઇ પટેલના ગુજરાતને શૈક્ષણિક ઉપલબ્ધીઓમાં સમગ્ર દેશમાં અગ્રેસર લાવવાના અને પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સને એક મલ્ટી-ડિસિપ્લિનરી યુનિવર્સિટીમાં પ્રસ્થાપિત કરવાનો ઉદેશ્યવર્ષ ૨૦૧૫જ્રાક્નત્ન પારુલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સને રાજય સરકાર દ્વારા ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટીઝ અધિનિયમ હેઠળ ખાનગી યુનિવર્સિટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યારે પરિપૂર્ણ થયો. ૨૩ વર્ષોના તેઓના અથાગ પરિશ્રમ, ઉચ્ચ શિક્ષણ સમાજના તમામ વર્ગોના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થાય અને તેઓનો વિકાસ થાય તેવી તેઓની પ્રતિબદ્ઘતા અને મુશ્કેલ સંજોગોમાં પણ પોતાના ધ્યેયને વળગી રેહવાની તેમની દ્રઢતા પારુલ યુનિવર્સિટીને દેશની ઉચ્ચ શિક્ષણ આપતી જાણીતી સંસ્થાઓની યાદીમાં માનભેર સ્થાન પ્રાપ્ત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી . વર્ષ-૨૦૧૫માં પારુલ યુનિવર્સિટીસંલગ્ન ૧૬ શૈક્ષણિક સંસ્થાઓ વર્ષ ૨૦૨૦ સુધીમાં વધીને ૩૪ સંસ્થાઓ થઇ તેમાં ડો.જયેશભાઇ પટેલની દૂરંદેશી, વહીવટી કાબેલિયત, પ્રચંડ સંકલ્પશકિત અને અવિરત પ્રયાસો એ ચાવીરૂપ ભૂમિકા ભજવી. ડો.જયેશભાઇ પટેલ દ્વારા સ્થાપવામાં આવેલ પારુલ યુનિવર્સિટીમાં અત્યારસુધી લાખો વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દીમાં નવા આયામો સર કર્યા છે અને હાલમાં ૨૮,૦૦૦ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે આવેલ ૩૪ શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને ડોકટરલ અભ્યાસક્રમોમાં પોતાના ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરવા ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. ડો. જયેશભાઇ પટેલે ગુજરાતમાં સ્વ-નિર્ભર સંસ્થાઓનો પાયો નાખી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાના દ્વાર ખોલી આપી તેઓને તેઓના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નાં સાકાર કરવા સક્ષમ બનાવવામાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. સ્વામી વિવેકાનંદના ઉઠો, જાગો, ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહોઙ્ખ સૂત્રને પોતે વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરી પોતાનું જીવન સાકાર કર્યું અને અન્યોને પોતાના સનિષ્ઠ મૂલ્યોનો વારસો તેઓના જીવનને ઉજાળવા આપતા ગયા છે.

આવા વિરલ અને જીવંત વ્યકિતત્વની સદાય ખોટ સાલતી રહેશે!!!

(11:28 am IST)