Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમદાવાદના વટવાની પ્રયોશા રેસિડન્‍સીમાં બે ભાઇઓએ ચાર સંતાનોની હત્‍યા કરીઃ બાળકોની હત્‍યા કરનાર બન્ને ભાઇઓએ આત્‍મહત્‍યા કરીઃ ઘટનાના બે મહિના પછી મૃતક મોટાભાઇની પત્‍નીએ પણ આત્‍મહત્‍યા કરીઃ પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદઃ વટવા ખાતે આવેલ પ્રયોશા રેસિડેન્‍સીમાં બે ભાઇઓએ પોતાના ચાર સંતાનોની હત્‍યા કર્યા પછી પોતે પણ આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ ઘટનાના બે મહિના પછી મૃતક મોટાભાઇની પત્‍નીએ પણ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણ આર્થિક સંકડામણને કારણે બન્‍યું હોવાનું જાણવા મળે છે.

હાથીજણના પટેલ વાસમાં ગોપાલ ભટ્ટના મકાનમાં ભાડેથી રહેતાં જ્યોત્સનાબહેન અમરીષભાઈ પટેલે ગત તા.20 ઓગષ્ટના બપોરે 3.20 વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પોલીસને સ્થળ પરથી સુસાઇડ નોટ મળી

સુસાઇડ નોટમાં જ્યોસ્તનાબહેને લખ્યું હતું કે,
ફોઈ ફુવાને વિનંતી કે મારીમાં નું ધ્યાન રાખજો, મમ્મી તું મને માફ કરજે તારી તબિયત સાચવજે અને ગોધરામાં રહેજે. આજથી બે મહિના પહેલા પતિ અને સંતાનોની આત્મહત્યા બાદ તૂટી ગઈ છું. બાળકોને ભૂલી નથી શકતી. મારા બાળકો જ ના રહ્યા તો જીવનનો કોઈ મતલબ નથી. આથી આ અંતિમ પગલું ભરું છું.

વિવેકાનંદ પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

આજથી બે માસ પહેલા લોનના હપ્તા અને દેવું વધી જતાં જ્યોસ્તનાબહેનના પતિ અમરીશભાઈ અને દિયરે ચાર સંતાનોની હત્યા કરી સામુહિક આપઘાત (Ahmedabad Mass Suicide) કર્યો હતો.

આપઘાતની ઘટના શું હતી?

વટવા રિંગરોડ પાસે પ્રયોશા રેસિડન્સીમાં બે ભાઈઓએ પોતાના ચાર બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો હતો.

માહિતી મુજબ બન્ને ભાઈ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી સાથે ઘટનાના બે દિવસથી ગુમ હતા.

બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા.

બાળકોને ફરવા લઇ જવાનું કહી બંને ભાઈઓ ઘરેથી નીકળ્યા હતા,

અને વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત (Ahmedabad Mass Suicide) કર્યો હતો.

આપઘાતના કારણમાં પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ બન્ને ભાઈઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા.

બંને ભાઈઓને મકાન સહિતની લોનના લાખો રૂપિયાના હપ્તા ભરવાના બાકી હતા.

જેના પગલે તેઓએ આ કૃત્ય આચર્યું હતું. આ ઘટનાના બે મહિના બાદ મૃતક અમરીષ પટેલની પત્ની જ્યોસ્તનબહેનએ સ્યુસાઇડ કરી લેતા પરિવારના કુલ સાત સભ્યોએ જીવ ગુમાવ્યો હતો.

(11:16 pm IST)