Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગુજરાતના પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવાના ડેડિયાપાડા તાલકુાના કનબુડીના ખેતરમાંથી ૭મી સદી પૂર્વેના શિલા સ્‍થંભ મળ્‍યા

સિલા સ્‍થંભ પર ‘વસીવા કાનુપાલ કલા વિવાહ' જેવા આછા અક્ષરો વંચાય છેઃ આ દિવાસી રામાજની સંસ્‍કૃતિની આછેરી ઝલક દેખાતી હોવાનુ જણાવતા પૂર્વ વન મંત્રી

રાજપીપળા: ગુજરાતનો નર્મદા જિલ્લો આદીવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે. નર્મદા જિલ્લામાં એવા ઘણા સ્થળો છે જે રાજા-રજવાડાઓ અને આદિવાસીઓની સંસ્કૃતિના વર્ષો જૂનો ઇતિહાસની સાક્ષી પુરાવે છે. રાજપીપળામાં હાલમાં પણ ઘણી બધી ઈમારતો અને મેહેલો છે જેને જોવા પ્રવાસીઓ આવે છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કનબુડી ગામના પૂર્વ વનમંત્રીના એક ખેતરમાંથી 700 વર્ષ જુના 3 શિલાસ્તંભો મળી આવ્યા છે. પુરાતત્વ વિભાગને આ મામલે જાણ કરતા પુરાતત્વ વિભાગ હવે તપાસ કરી સત્ય અને ઐતિહાસિક મહત્વને વધુ ઉજાગર કરશે.

ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે આવેલ ખેતરમાંથી આ અવશેષો મળી આવ્યા છે. મોતીલાલ વસાવાએ જણાવ્યું હતું કે,

“મારા ખેતર નજીકથી 1451 વર્ષના 3 શિલાસ્થંભ મળી આવ્યા છે. જેમાં “વસાવા કાનુપાલ કલા વિવાહ” જેવું છિછરૂ વંચાણ દેખાય છે, આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝલક દેખાય છે.”

પેહલા સ્તંભ પર ઘોડેસવાર છે, તેની નીચે આદિવાસી પહેરવેશમાં તલવાર અને ઢાલ સાથે 3 યુવાનો ઉભા છે. બીજા સ્તંભ પર એક જંગલી જાનવર માણસ ઉપર હુમલો કરતા ઘોડેસવારે જંગલી જાનવરને ભાલાથી મારી માણસને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેની નીચે આદિવાસી પહેરવેશમાં 3 યુવતીઓ ઉભી છે. ઉપરના ભાગમાં સુરજ અને તિથિ પ્રમાણે ચંદ્રની પ્રતિકૃતિ દેખાય છે. જ્યારે ત્રીજો સ્તંભ ખંડિત થયેલ છે, તેમાં ઘોડેસવાર અને નીચેના ભાગમાં ગાય અને વાછરડાની પ્રતિકૃતિ છે. આ શિલાસ્થંભની પુરાતત્વ વિભાગને પત્ર દ્વારા જાણ કરી છે.

(10:33 pm IST)